Vishesh News »

ઉમરગામ તા.પં. સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉમરગામના તમામ ગામોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકર અનુરોધ કર્યો (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગમ, તા. ૧૧ ઃઉમરગામ તાલુકા વિસ્તારમાં પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કરવા તેમજ આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. જેને લઇ ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સરપંચો તલાટી કમ મંત્રીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી પઢીયાર અને સરપંચ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય રમણભાઈ પાટકર ઍ ઉપસ્થિત સરપંચોને આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉમરગામ તાલુકાના તમામ ગામોમાં ભક્તિ ભાવપૂર્વક થાય તે માટે ઘરે-ઘરે દીવડા પ્રચલિત કરવા અને ભગવો લહેરાવવા માટે અનુરોધ કર્યો હતો. વિકાસ કામોની સમીક્ષા દરમ્યાન ઉપસ્થિત સરપંચોઍ ગ્રામ પંચાયત વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કામો અંગે તાલુકા પંચાયત કચેરી ખાતેથી નિયમ અનુસાર પત્ર વ્યવહાર કરી જાનકારી પૂરી પાડવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી સરપંચોને કોઈ માહિતી ન મળતા નારાજગી દર્શાવી હતી. જેના અનુસંધાનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સૂચન કરતા જણાવ્યું હતું કે, જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વિકાસ કામોની સૂચિ સરપંચ તથા તલાટી કમ મંત્રીને સમયસર ઉપલબ્ધ કરાવી સાથે જ શૌચાલયની કામગીરી અધૂરી હોવાનું કેટલાક સરપંચોની રજૂઆત બાબતે તાલુકા વિકાસ અધિકારીઍ જણાવ્યું હતું કે, કામ કરનાર ઍજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવી ઍજન્સી માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે નવી ઍજન્સી સુનિડ્ઢિત થતાં જ અધુરા કામો પૂર્ણ કરાશે. બેઠકમાં નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સફાઈ માટે ટ્રેક્ટરની ફાળવણી બાબતે સરપંચ સ્વીટી બેન ભંડારી ઍ રજૂઆત કરી હતી. સમીક્ષા બેઠકમાં ઉમરગામ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા વિકાસ કામોની ઝડપથી પૂર્ણ કરવા અને આગામી ૩૧ માર્ચ પહેલા વિકાસકામાનો આયોજન કરી મંજૂરી મેળવવા પર ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિશેષ ભાર મૂક્યો હતો.