Vishesh News »

દમણમાંથી ગિરનાર પર્વતારોહણ સ્પર્ધા માટે આદર્શ પટેલની પસંદગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૨ , ૪ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નેશનલ માઉન્ટ ગિરનાર ક્લાઇમ્બિંગ ઍન્ડ ડિસેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા દમણના આસિસ્ટન્ટ ટ્રેનર આદર્શ પટેલ જૂનાગઢ જવા રવાના થયા હતા. આ સ્પર્ધામાં ચડવા અને ઉતરવા માટે કુલ ૧૦,૦૦૦ સીડીઓ હશે જેમાં ભારતભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે. જેમાં દમણમાંથી ઍક સ્પર્ધકની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, પ્રશાસક પ્રફુલ પટેલ અને નુમા ઈન્ડિયાઍ શાનદાર પ્રદર્શન કર્યું હતું. નુમા ઈન્ડિયાના ડાયરેક્ટર આકાશ ઉદેશી અને સેક્રેટરી અર્જુન ઉદેશીઍ દમણ ઍકેડમીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવાની ઈચ્છા સાથે આદર્શ પટેલને વિદાય આપી હતી.