Vishesh News »

ઍલઍમપી રેવા ઍક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ અને શેઠ શ્રી ઍમ.સી.ઝેડ.હાયર સેકન્ડરી સ્કૂલ બીલીમોરાના વિદ્યાર્થીઅો રાજય અને રાષ્ટ્રીય કક્ષાઍ ઝળકયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૨ , ખેલ મહાકુંભ રમત-ગમત જિલ્લા કક્ષાની અંડર-૧૪ મહિલા ટેબલ - ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રિન્સિ ઍમ. પટેલે પ્રથમ ક્રમ પ્રા કર્યો હતો. નડિયાદ ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર -૧૪ પ્રિ- નેશનલ કેમ્પ વેળા ગુજરાતની ટીમમાં પસંદગી પામી છે. રાષ્ટ્રીય મંચ સુધી શાળાનું નામ રોશન કરનાર પ્રિન્સિને શાળાના આચાર્ય કેતન પટેલે અને સમસ્ત શાળા પરિવારે તેની આ સિદ્ધિને વધાવી લીધી હતી. આ વિદ્યાર્થીનીને ઝ઼ન્લ્લ્ ના કોચ ભીખુભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત યુવા મતદાર ઉત્સવ ૨૦૨૩-૨૪ પોસ્ટર વિભાગ સ્પર્ધામાં ધો.૧૨ કોમર્સમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની પુષ્ટિ ઍસ. સુખડિયાઍ જિલ્લા કક્ષાઍ પ્રથમ ક્રમ પ્રા કર્યો હતો. જિલ્લા કલેકટરનાં હસ્તે સર્ટિફિકેટ સાથે સન્માન કરાયું હતું. તેમજ ઈ-પોસ્ટરની સ્પર્ધામાં ધો.૧૨ કોમર્સ વિદ્યાર્થી દિવ્યેશ ઍસ. સોલંકી ઍ પણ ભાગ લીધો હતો અને તાલુકામાં પ્રથમ, જિલ્લામાં દ્વિતીય બાદ રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રા કર્યો છે. જેમને રાજ્યપાલના હસ્તે રૂ.૨૫ હજારનાં ચેક સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાયા હતા. આ બંને વિદ્યાર્થીઓને શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક દિપેશભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય કેતનભાઇ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અમીન, અધ્યક્ષ નરેશભાઈ નેમાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ અમીન, સેક્રેટરી જસ્મીનભાઇ દેસાઈ અને અન્ય અગ્રણીઓ ઍ રમતવીરો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.