Vishesh News »

ડાંગના વાસુર્ણામાં પ્લાસ્ટીક વેસ્ટ ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ) આહવા, તા. ૦૨ , ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર પ્રેરિત, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત, તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસૂર્ણાં ખાતે ડાંગ જિલ્લામાં પ્લાસ્ટિક કચરાના નિકાલ તેમજ ડાંગ જિલ્લાની પ્રકૃતિ, સોંદર્યના સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૦૧ ષ્ખ્ળ્ વ્બ્ ય્ચ્શ્લ્ચ્ ભ્ન્ખ્લ્વ્ત્ઘ્ ષ્ખ્લ્વ્ચ્ વ્ય્ખ્ત્ફત્ફઞ્ ષ્બ્ય્ધ્ લ્ણ્બ્ભ્ નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના રીસોર્સ સલાહકાર રતિલાલ સુર્યવંશી દ્વારા શાળાના બાળકોને પ્લાસ્ટિક વપરાશના ગેરફાય દાઓ અને આડ અસરો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિકના વિવિધ કચરાનું રિસાકલિંગ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવા અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા કચરાના નિકાલની માહિતી પુરી પાડવામાં આવી હતી. તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણાંના હેતલદીદી દ્વારા બાળકોને પ્રકૃતિ સાથે આધ્યાત્મિક પ્રેરણા આપવામાં આવી હતી. આ વર્કશોપમા જિલ્લાની કુલ ૧૦ પ્રાથમિક શાળાઓના ૯૦ બાળકો અને ૧૦ માર્ગદર્શક શિક્ષકોઍ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઇ ઠાકરે, કેળવણી નિરીક્ષકઓ, શાળાના આચાર્યઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્ના હતા.