Vishesh News »

બોરીગાવડામાં ઈજારદાર દ્વારા ગટર અને નાળાના કામમમાં નક્કર વેઠ ઉતારી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૦૨ , ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતનાં ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બોરીગાવઠા ગામ ખાતે ગટર અને નાળાનાં કામમાં ઇજારદાર દ્વારા હલકી કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા વિકાસનું સૂત્ર નિર્થક સાબિત થવા પામ્યુ છે.અહી સરપંચ અને ઇજારદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્ના છે જેના કારણે અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે.વઘઈ તાલુકા પંચાયતનાં બોરીગાંવઠા ગામ ખાતે ગટર અને નાળાનું કામ કરવામાં આવી રહ્નાં છે. પરંતુ ઇજારદાર દ્વારા નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્ના છે. અહી ઇજારદાર દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્ના છે. ગટર અને નાળાનાં બાંધકામમાં રેતી પણ ધૂળવાળી અને માટી વાળી હોય તે સ્પષ્ટપણે જોવા મળે છે તેમજ કપચી પણ નહિવત વાપરવામાં આવી રહી છે. વધુમાં આ ગટર અને નાળાનું કામ ઇજારદાર દ્વારા જાણે માટી વડે લીપણ કરાતુ હોય જેના પગલે વિકાસકીય ગ્રાંટ ઍળે જવા પામી છે. ત્યારે પ્રશ્ન ઍ થાય છે કે અધિકારીઓ દ્વારા કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં ? કે પછી અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતમાં હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્ના છે ? આવા અનેક સવાલ સાથે અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્નાં છે.તેમજ કેટલીક જગ્યાઍ ગરનાળા બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં સિમેન્ટ રેતી વગેરેનો ઉપયોગ કરીને પાકું બાંધકામ કરવાને બદલે માટીનો ઉપયોગ કરીને ગરનાળાને પુરી દઈ બનાવી દેવામાં આવેલ છે. જોકે હવે આ માટીથી બનાવેલ ગરનાળા આગળ કેટલા સમય સુધી ટકી શકશે તે પ્રશ્ન બની ગયો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડાંગની પ્રજાના કલ્યાણ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રકારના લેભાગુ ઇજારદારના કારણે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ જ થતો નથી.સ્થળ પર ઇજારદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને પોતાના આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવે છે અને સરકારની તિજોરીને ચૂનો ચોપડીને માત્ર દેખાડા પૂરતુ પ્રજાનું કામ કરવામાં આવતું હોય તેવુ જણાઈ રહ્નાં છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓઍ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે યોગ્ય પારદર્શક તપાસ કરીને ઈજારદાર સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે.જોકે અધિકારીઓ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે શું કાર્યવાહી કરશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્ના. સુહાસભાઈ ગંવાદે તાલુકા વિકાસ અધિકારી-વઘઇ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સુહાસભાઈ ગંવાદેઍ જણાવ્યુ હતુ કે બોરીગાવઠા ગામે ગટર અને નાળાનાં બાંધકામમાં ગેરરીતિઓ ચાલી રહી હોય તો તે અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે.