Vishesh News »

ખેરગામના સરસીયામાં પશુપાલન શિબિર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નવસારી, તા. ૦૨ , નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના સરસિયા દત્ત મંદિરના પટાગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુપાલકો માટે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ તજજ્ઞો ડૉ.ઍમ.સી. પટેલ, ડૉ.ડી.બી ઠાકોર, ડૉ.વી.બી ઓઝા, ડૉ.વાય.આર. પટેલ, ડૉ.બી.ઍલ. માહલા, ડૉ.કે.ડી. પટેલ, ડૉ.જે.ઍમ. બાલવાની દ્વારા પશુપાલન માવજત પશુ આહાર, પશુ રક્ષણ તેમજ પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં ખેરગામ તાલુકાના ૨૦૦ જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસીયા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન પટેલ, અગ્રણી ચુનીભાઇ પટેલ, શૈલેષભાઈ ટેલર સરપંચ ઝરણા બેન પટેલ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્ના હતા.