Vishesh News »

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે ‘દમણગંગા ટાઈમ્સ’ના વાચકો માટે ખાસ લેખશ્રેણી બાબરી જેવી હજારો મસ્જીદો આ દેશમાં હશે, પરંતુ રામજન્મભૂમિ તો કેવળ ઍક જ છે

અહીં ઉપસ્થિત વામપંથી વિચારધારાના લોકોને, કોંગ્રેસદળના બધા જ લોકોને, જનતાદળના બધા જ લોકોને આ સવાલ, માનનીય ઉપાધ્યક્ષ મહોદય ! હું આપના માધ્યમથી પૂછવા ઇચ્છું છું કે આપે સર્વધર્મસમભાવના પ્રયોગ માટે અથવા તો ધર્મનિરપેક્ષતાના પ્રયોગ માટે હિન્દુઓની છાતીને જ કેમ પસંદ કરી છે? શું આપ ઍને પ્રયોગશાળા સમજી બેઠા છો ? આપ બધા જ પ્રયોગ ઍના ઉપર શા માટે કરવા ચાહો છો ? શ્રી રસિક મહેતાની કલમે ગુજરાતમાં પ્રથમવાર જ ‘અયોધ્યાના રામમંદિર માટેની ઐતિહાસિક લડતની દિલધડક દાસ્તાન’ - ૨૭ (લોકસભામાં વિશ્વનાથ (વિશ્વનાગ) પ્રતાપસિંહ સરકાર દ્વારા વિશ્વાસનો મત લેવાના સમયે ભાજપના સંસદ સભ્ય કુ. ઉમા ભારતી દ્વારા સંસદમાં આપેલા ભાષણનો કેટલોક અંશ) ‘....અયોધ્યામાં ઍકત્રિત થયેલા નવજનાનોનો અવાજ હું અહીં પ્રસ્તુત કરવા માગું છે. શું આપને ઍ જાણકારી છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ ઉપર કેવળ ઍક ઈમારત નથી. ઍ સિવાય કેટલીક મસ્જિદો છે, મજારો છે. હજારો મુસલમાનો અયોધ્યામાં છે ? મને ઍક પણ વ્યક્તિ અહીં આવીને બતાવે કે લાખો નવજવાનોમાંથી ઍકેપણ મસ્જિદની ઈટ ઉખાડી હોય, ઍક પણ મજાર તોડી હોય, જેની મુસલમાનોને તકલીફ થઈ હોય ! ઍનાથી ઍ સ્પષ્ટ થાય છે કે નવજવાનો મસ્જિદ તોડવા ઇચ્છતા ન હતા, પરંતુ મુલાયમસિંહ યાદવના પડકારનો જવાબ આપવા ઈચ્છતા હતા. મહોદય ! ઍ સાબિત થઈ ચૂક્યું છે કે અયોધ્યાની નજદીકનાં જ જિલ્લાના ઍક સાંસદે કેટલાક લોકોને રામભક્ત બનાવીને કરસેવકોની સાથે સામેલ કરી દીધા હતા અને ઍઓ જ્યારે પકડાઈ ગયા ત્યારે ઍમણે કબૂલ્યું કે અમુક અમુક સાંસદ સભ્યે ઍમને મોકલ્યા હતા અને કહ્નાં હતું કે તમે જઈને બેસો અને જીપોને સળગાવી દેજો. આ કાંડ માટે ઉત્તરપ્રદેશની સરકાર અને પ્રધાનમંત્રી દોષિત છે. ઉપાધ્યક્ષ મહોદય ! હું મારી વાત કહીને જ રહીશ. હું આપની ઘંટડી પછી મારી વાત રોકવાની નથી. ઍ અંગે હું આપની પાસે ભીખ માગું છું... યાચના કરું છું... બેકસૂર, ધર્મપરાયણ નાગરિકોનાં રક્તથી ખરડાયેલા હાથોથી વિશ્વનાથ પ્રતાપસિંહ વિશ્વાસના મતની યાચના કરી રહ્ના છે. હું ઍમને કહીશ કે ઍઓ આ બાબતનો અધિકાર ગુમાવી ચૂક્યા છે. ઉપાધ્યક્ષ મહોદય ! મને મારી વાત કહેવાનો પૂરેપૂરો અવસર આપવામાં આવે. બાંદા જિલ્લા સર્કિટ હાઉસ, જેને જેલ બનાવીને રાખી હતી ત્યાં હું પણ નજરબંધ હતી. અમારી સાથે ૨૦ હજાર લોકોને બંદીવાન બનાવીને રાખવામાં આવ્યા હતા. ઍઓ ઈટર કૉલેજમાં બંદીવાન હતા. ૨૦ હજાર લોકો હર-હર મહાદેવ અને જય-જય શ્રીરામનાં સૂત્રો લગાતાર લગાવી રહ્ના હતા ત્યાં ૩૦ ટકા વસ્તી મુસલમાનોની છે અને જ્યારે ૩૦ ઓક્ટોબરનો ઉપવાસનો દિવસ આવ્યો તો ઍક મુસલમાન વેપારીઍ ઍક ટ્રક ભરીને કેળાં મોકલાવી દીધાં. ઍણે કહ્નાં કે, આજે કોઈ ભૂખ્યું રહેવું ન જોઈઍ. મુસલમાન બંધુઓની ગલીઓમાં હિન્દુ જય-જય શ્રીરામ કહેતા ફર્યા અને મુસલમાનોઍ પોતાના ઘરમાં બેસાડીને ચા પિવડાવી. ન્યાયાલયના ફેંસલાને માનવાની વાત કહેવામાં આવી. જો કોઈ કહે કે આ ફેંસલાને ઍક પળ માટે પણ માની લેવામાં આવે તો અમે માની લઈઍ, પરંતુ વિશ્વનાથ(ગ) પ્રતાપસિંહ જેવી વ્યક્તિ આ વાત કરે તો ઍ કહેવા માટે મજબૂર થવું પડે છે કે (૧) જ્યારે સ્વર્ગીય પ્રધાનમંત્રી શ્રીમતી ઈંદિરા ગાંધીઍ ન્યાયાલયના આદેશની અવગણના કરીને આ દેશમાં કટોકટી લાદી ત્યારે ઈંદિરા ગાંધી સાથે આ જ વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. (૨) જ્યારે રાજીવ ગાંધીઍ ન્યાયાલયની અવગણના કરીને શાહબાનો પ્રકરણના મામલામાં મુસ્લિમ મહિલા વિધેયક લાગુ કર્યું હતું ત્યારે પણ આ જ વિશ્વનાથ પ્રતાપસિંહ રાજીવ ગાંધી સાથે હતા. (૩) જ્યારે ન્યાયાલયે આદેશ આપ્યો કે અડવાણીજીની રથયાત્રા રોકવામાં ન આવે, ત્યારે પણ આજ વિશ્વનાથ પ્રતાપસિંહ પ્રધાનમંત્રી હતા. તાળાં ખોલો આદેશને કઈ સરકારે માન્યો હતો ? (૪) જ્યારે ન્યાયાલયે આદેશ આપ્યો કે પંચકોસી પરિક્રમા રોકવામાં ન આવે ત્યારે પણ આ જ વિશ્વનાથ પ્રતાપસિંહ પ્રધાનમંત્રી હતા અને ત્યારે પણ આ જ મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતા. હું કહેવા માગું છું કે ‘પર-ઉપદેશ કુશલ બહુતેરે. સો આચરહિ તે નર ન ધનેરે’ રામજન્મભૂમિનો મામલો ન્યાયાલયના ક્ષેત્રની બહારનો છે. મને જણાવો તો ખરા કે ક્યા ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ રામનો જન્મ થયો હતો કે નહોતો થયો ઍ સાબિત કરશે ? માનનીય પ્રધાનમંત્રીજીઍ આસ્થાઓના ટકરાવની વાત કરી છે ઍ બાબતમાં માનનીય વિશ્વનાથ પ્રતાપસિંહને કહેવા માગું છું કે આસ્થાઓના ટકરાવની ભાષાનો પ્રયોગ ઍઓ ક્યારેય પણ ન કરે, કેમ કે રામજન્મભૂમિ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. મુસ્લિમ બંધુઓની આસ્થાનું કેન્દ્ર બાબરી મસ્જિદ ક્યારેય પણ થઈ શકે નહિ. મકકા - મદીના હોઈ શકે છે. જો અમે મકકા- મદીનામાં બજરંગ - બલી કે રામજીનું મંદિર બનાવવાની વાત કરીઍ તો આસ્થાઓની ટકરામણની વાત થઈ શકે છે. બાબરી મસ્જિદ જેવી હજારો મસ્જિદો આ દેશમાં છે, પરંતુ રામજન્મભૂમિ કેવળ ઍક જ છે. વધુમાં હું ઍમ પણ કહું છું કે માનનીય ચંદ્રશેખરજીઍ અહીં ઍકાત્મતાની વાત કરી. અહીં ઉપસ્થિત વામપંથી વિચારધારાના લોકોને, કોંગ્રેસદળના બધા જ લોકોને, જનતાદળના બધા જ લોકોને આ સવાલ, માનનીય ઉપાધ્યક્ષ મહોદય ! હું આપના માધ્યમથી પૂછવા ઇચ્છું છું કે આપે સર્વધર્મસમભાવના પ્રયોગ માટે અથવા તો ધર્મનિરપેક્ષતાના પ્રયોગ માટે હિન્દુઓની છાતીને જ કેમ પસંદ કરી છે? શું આપ ઍને પ્રયોગશાળા સમજી બેઠા છો ? આપ બધા જ પ્રયોગ ઍના ઉપર શા માટે કરવા ચાહો છો ? માનનીય ઉપાધ્યક્ષ મહોદય! ૨ નવેમ્બર ઍ કાળો શુક્રવાર છે. હિન્દુસ્થાન ભવિષ્યમાં ઍ ક્યારેય નહિ ભૂલે, જે ભૂતકાળમાં ક્યારેય નથી બન્યું. ૨ નવેમ્બરના સમયના ઘટનાક્રમની હું સાક્ષી છું. ૧ નવેમ્બરની સાંજે ઍક સભા થઈ કે ૨ નવેમ્બરે સવારે નવ વાગે જે જથ્થો નીકળશે તે જથ્થો કાંકરો પણ નહિ મારે. ઍ પણ નકકી થયું કે પોલીસ રુકાવટ લગાવશે. આડશો ઊભી કરશે. આપણે ત્યાં બેસી જઈશું. ઍવું કોઈ નિડ્ઢિત ન હતું કે બળજબરીથી રામજન્મભૂમિ ઉપર આગળ વધીશું. ઍ દિવસે નિડ્ઢિત થયું હતું કે જ્યારે પોલીસ રોકે તો બધાઍ જમીન ઉપર બેસી જવું અને શ્રીરામનું સંકીર્તન કરવું. માનનીય ઉપાધ્યક્ષ મહોદય ! આપને આડ્ઢર્ય થશે કે ઍ દિવસે ઉપસ્થિત ૫૦ હજાર રામભક્તોને ઍમ સમજાવવામાં આવ્યું હતું કે ન કોઈ ગાળ આપે, ન કોઈ કાંકરી ઉછાળે, ન તો કોઈ તોડફોડ પણ કરે. બધાઍ જ રામના સોગન ખાઈને હાથ ઉઠાવીને કહ્નાં કે અમે ઍ કામ નહિ કરીઍ. જથ્થાઓ ત્રણ તરફથી નીકળ્યા. ઍક તરફના જથ્થા સાથે હું પણ હતી. જ્યારે અમારા જથ્થા સામે આડશ આવી ત્યારે અમારા જથ્થાને અમે રોકી લીધો અને નિર્દેશ અનુસાર ત્યાં બેસીને રામનામનું સંકીર્તન કરવા લાગ્યાં. અમારી પાસે ત્યાંના પ્રશાસન અધિકારી આવ્યા. ઍમણે કહ્નાં તમે અહીંથી ઊઠી જાઓ.અમે કહ્નાં જુઓ, અમે અહીંથી નહિ ઉઠીઍ. આ અયોધ્યાની ભૂમિ છે. રામજીની ભૂમિ છે, શું અમે અહીં બેસીને પ્રભુ રામનું સંકીર્તન પણ ન કરી શકીઍ? અમને બળજબરીથી ઉઠાડવાની કોશિશ કરવામાં આવી તો અમારા નવજનાનોઍ હાથ જોડ્યા, પોલીસ દળના પગ પકડયા, ઍમના ચરણસ્પર્શ કર્યા, ઍમના ચરણોમાં સૂઈ ગયા, પરંતુ ન તો કોઈ ગાળ દીધી કે ન ઍક પણ કાંકરો માર્યો. ન તો બસોમાં કે જીપોમાં આગ લગાડવાની કોશિશ કરી અને જે કંઈ થયું તે તો જબરજસ્ત નરસંહારને ન્યાયોચિત ઠરાવવા માટે પોલીસ અધિકારીઓઍ પોતે જ કર્યું. અધિકારીઓનાં મોં પર માખીઓ ઊડવા લાગી કે હવે મુખ્યમંત્રીને શો જવાબ આપીશું. જ્યારે અમારો ઍ નિર્ણય હતો કે જ્યાં પણ અમને રોકવામાં આવે ત્યાંથી ઍક પણ ઇંચ આગળ નહિ વધીઍ. ઍ જ સમયે તત્કાળ ખબર ન પડી કે કોના આદેશથી ફાયરિંગ શરૂ થઈ ગયું. જે પ્રકારનું ફાયરિંગ અને જે પ્રકારનો નરમેધ અયોધ્યાની ગલીઓમાં કરવામાં આવ્યો તેવો નરમેધ હિન્દુસ્થાનમાં ક્યાંય પણ જોયો નથી. દુનિયામાં પણ ઍવો નરમેધ નહિ થયો હોય. કરસેવક ભયભીત થઈને ઓરડામાં ઘૂસી ગયા હતા, લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા ત્યાં ઍક ગલીમાં હરિ-ઓમ ભારતી નામની ઍક પ્રાધ્યાપિકા રહેતી હતી. ઍના ઘરમાંથી પાંચ કરસેવકોને બહાર ખેંચી કાઢીને સડક ઉપર લાવવામાં આવ્યા અને ઍમને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા. ૩૦ ઓક્ટોબરે કલકત્તાના બે નવજવાનોઍ ઍ ઈમારત ઉપર કેસરિયા ઝંડા ફરકાવ્યા હતા. અલગ અલગ ઘુમ્મટો ઉપર ફરકાવવામાં આવ્યા હતા. ઍ બન્ને નવજવાનોને ઍક મકાનમાંથી બહાર ખેંચીને ગલીમાં લાવીને કાનપટ્ટીની પાસે પિસ્તોલ રાખીને ગોળી મારી દીધી. ત્યાં હું તો સરકારી બંધનમાં હતી. મારી સામે ઍક ઘાયલ નવજવાનને લાવવામાં આવ્યો. ઍ દક્ષિણ ભારતનો રહેવાસી હતો. તડપી રહ્ના હતો. ઍના પેટમાં ગોળી વાગી હતી. આંતરડાં બહાર નીકળી આવ્યાં હતાં. લોહીથી તરબળ થઈ ગયો હતો. મેં ત્યાં ઉપસ્થિત બધા જ અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી કે ઍની ચિકિત્સા માટે પ્રબંધ કરો. ત્યારે ઍમણે કહ્નાં કે, વાહન નથી. મેં કહ્નાં મને તો વાહનો દેખાય છે. ઍ વાહનોમાં લઈ જાઓ. ઍમણે મારી વાત માની નહિ. ઉપાધ્યક્ષ મહોદય ! હું મારી વાત સમા કરી રહી છું. ઍ મારી આંખો સામે જ મરી ગયો. અને ઍને ઢસરડીને ગાડીમાં લઈ ગયા, જેનો આજ સુધી પત્તો લાગ્યો નથી. જ્યાં સુધી મારો અંદાજ છે - મેં જોયું કે ત્યાં ઓછામાં ઓછા હજારો લોકો માર્યા ગયા છે. સેંકડો લોકોને.., અને લોકો કહે છે કે હજારો લોકોની લાશો સરયૂ નદીમાં ફેંકી દેવામાં આવી છે–સામૂહિક રૂપથી... સળગાવી દેવામાં આવી છે. અત્યારે તો અમે ઍની પૂરી જાણકારી ઍકત્રિત કરી રહ્નાં છીઍ કે ક્યાં ક્યાંથી કેટલા કરસેવક આવ્યા હતા—અને આડ્ઢર્યની વાત કરું તો ઍ ઍ કરસેવકોમાં કેવળ હિન્દુ જ હતા ઍવું નથી. ભિંડથી ૧૦૮ મુસલમાન આવ્યા હતા. મારા જિલ્લામાંથી ૧૦ મુસલમાન બન્ધુઓ આવ્યા હતા. મહારાષ્ટ્રમાંથી બે મુસલમાન બન્ધુ આવ્યા હતા. ઍમાંથી ઍક મુસલમાન ભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી. અધ્યક્ષ મહોદય ! હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જે પ્રકારથી ન્યૂરેમ્બર્ગમાં નાઝી અત્યાચારનો કેસ ચાલ્યો હતો તે જ પ્રકારથી વિશ્વનાથ પ્રતાપસિંહ અને મુલાયમસિંહનો કેસ ચલાવવામાં આવે. મહિલાઓ ઉપર નરસંહાર થયો છે. ઍમાં જે દોષિત જણાય તેવા લોકોને કડકમાં કડક શિક્ષા થવી જોઈઍ. અંતમાં બે પંક્તિઓની ચોપાઈ બોલીને હું સમા કરું છું. કહેવાય છે કે ‘વહેતી ગંગામાં હાથ ધોવામાં આવે છે’ હું જણાવું કે વહેતી ગંગામાં હાથ ધોવાની કહેવત તો આપે સાંભળી હશે, પરંતુ લોહીમાં હાથ ધોઈશું, નિર્દોષ બેકસૂર રામભક્તોના લોહીમાં હાથ ધોઈશું ઍવો બકવાદ કરનારાઓને આગળ ઉપર લખાનારો ભારતનો ઈતિહાસ માફ નહિ કરે. બે પંક્તિઓની ચોપાઈ છે. ‘રામ-વિમુખ અસ હાલ તુમ્હારા, રહા ન કોઉ કુલ રોઉનિહારા’ રામદ્રોહીઓના હાલ રાવણ જેવા જ થાય છે - જેને પાછળથી કોઈ રોવાવાળું રહેતું નથી – મળતું નથી. વિશ્વનાગ પડતાપસિંગ - મૌલાના મુલાયમ અને ઉલ્લુપ્રસાદ જાદવની ત્રિપુટિ વચ્ચે આ પાપાચાર પછી આપસમાં ભયંકર વૈર બંધાયાં છે. જેઓ કરસેવકો પર આક્રમણ કરવામાં સાથે હતા તેઓ હવે ચુંટણીમાં સામસામે છે...