Vishesh News »

આખી પ્રજા સુદામા થવાનું પસંદ ન કરે

મારા અનુભવો પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ગતાંકથી શરુ) આધ્યાત્મિકતાઍ કહ્નાં અરે.... દરિદ્રતા તો પૂર્વજન્મનું પરિણામ છે. ભૌતિકવાદીઓને શાન્તિ ક્યાં છે ? ખાવું-પીવું ને મસ્ત રહેવું તેનું નામ તે જીવન કહેવાય ? ખરું જીવન તો અધ્યાત્મવાદમાં રહેલું છે. ભારતમાં ઍવા અધ્યાત્મવાદના વકીલો પ્રગટ થયા, જે સતત ભૌતિકવાદ(સમૃદ્ધિવાદ)ના વિરોધી રહ્ના. હમણાં ગીતાના નામે ચાલતા ઍક મંડળનો સમૂહમાં બોલાતો નારો મેં સાંભળ્યો હતો નહીં ચાહિયે ભૌતિકવાદ, ઍક હમારા ઈશ્વરવાદ. ભૌતિકતાનો વિરોધ ઍટલે સમૃદ્ધિનો વિરોધ. ભૌતિક વિકાસ વિનાનો ઈશ્વરવાદ થોડાક સુદામાઓ પેદા કરી શકે. આખી પ્રજા સુદામા થવાનું પસંદ ન કરે. સમૃદ્ધિની સાથે અધ્યાત્મવાદનો સુમેળ કરવો જરૂરી છે. જીવનના પ્રાણપ્રશ્નો ઉપર ધૂળ નાખીને પરલોકના ચમકતા તારા દેખાડનારા કોરા અધાયત્મવાદે પ્રજાને દરિદ્ર, અજ્ઞાની અને દુર્બળ બનાવવામાં સક્રિય ભૂમિકા પૂરી પાડી છે. આધ્યાત્મિકક્ષેત્રમાં અકર્મણ્યતા આભૂષણ બની ગઈ છે. કશું ના કરનારને મહાન સંત માનવામાં આવે છે. આથી જીવન ગતિહીન થાય છે. સ્થગિતતાનો આદર્શ કલ્યાણકારી ના કહેવાય. જીવનની ગતિહીનતામાં બીજો અવરોધ લક્ષ્યહીનતાનો છે. વ્યક્તિ તથા પ્રજા કર્મઠ હોય, પણ લક્ષ્ય વિના દોડાદોડી કરતી હોય તો પુરુષાર્થનાં નિડ્ઢિત પરિણામ ન આવે. સાધુ-સંન્યાસીઓ શાસ્ત્ર અને ‘સ્ટેજ’ દ્વારા ઍક માત્ર લક્ષ્ય ‘મોક્ષ’ ઉપર વારંવાર ભાર મૂકે છે. મોક્ષનો સ્વીકાર કરવામાં આવે તોપણ જીવનના બાકીના પ્રાણપ્રશ્નો છે તેનું શું? તેની ઉપેક્ષા કરવાની, અથવા તે પ્રત્યે પૂરતું ધ્યાન નહિ આપવાનું. રાષ્ટ્રીય પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, વ્યક્તિના પ્રશ્નો આ બધાના નિરાકરણ વિના વ્યક્તિ તથા પ્રજા દુઃખોના વમળમાં વલોવાયા કરે, તેનું શું ? જો આ પ્રશ્ન માંથી ઍકાદ પ્રશ્નના સમાધાન માટે પણ જીવન લગાડવામાં આવે તો કર્તવ્યપરાયણતા આપોઆપ આવે. મોક્ષના નામે જીવનનાં વાસ્તવિક લક્ષ્યોની ઉપેક્ષા કરવાથી તો પરલોક આ લોકને બગાડનારો થશે. ખરેખર ઍવું હોવું જોઈઍ કે બન્ને લોક ઍકબીજાને સુધારનારા હોય. ત્રીજો અવરોધ અવ્યવસ્થા અથવા અનિડ્ઢિતતા છે. તમારી પાસે નિડ્ઢિત લક્ષ્ય હોય, કર્મઠતા પણ હોય, પણ અવ્યવસ્થા જ ન હોય તો ? વ્યવસ્થાશક્તિ વિના વૈચારિક દિવ્યતા બહુ બહુ તો ઉત્તમ શેખચલ્લીનું રૂપ બતાવી શકે. વિચારોને આકાર આપવાનું કામ વ્યવસ્થાશક્તિ વિના થઈ શકતું નથી હોતું. મેં ગૃહત્યાગ કર્યો ત્યારે ઍકમાત્ર લક્ષ્ય મોક્ષ હતું. મોક્ષની તીવ્ર તાલાવેલી રગેરગમાં ભરાઈ હતી. મોક્ષ માટે જ્ઞાન જોઈઍ અને જ્ઞાન માટે ગુરુ જોઈઍ. ઍટલે હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. ‘કાંચનકામિનીના ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે’ તેવો મારો માપદંડ લઈને હું ગુરુને માપવા નીકળ્યો હતો, પણ વાચન-ચિંતન અને ચર્ચા-વિચારણા પછી ધીરે ધીરે મારા વિચારો બદલાતા ગયા. મોક્ષ પ્રત્યેની તાલાવેલી મંદ પડી ગઈ (મરી નહોતી ગઈ). પરલોકના પ્રશ્નોની જગ્યાઍ આ લોકના પ્રશ્નોનું મહત્ત્વ વધવા લાગ્યું હતું. ધર્મ તથા અધ્યાત્મને રાષ્ટ્રીય તથા સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ વિકસી હતી. ઍ દૃષ્ટિઍ મને ભારે આંચકો આપ્યો. મને સ્પષ્ટ સમજાવા લાગ્યું કે જે રીતનો ધર્મ આપણે સમજીઍ છીઍ તેણે તો પ્રજાને અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદ, જ્ઞાતિપ્રથા, વર્ણવાદ, અને આ બધાંના પરિણામે વિખવાદ, કુસંપ, વિખંડન અને ગુલામી આપ્યાં હતાં. અધ્યાત્મે વ્યક્તિ તથા પ્રજાની ઇચ્છાશક્તિને મારી નાખવાનું કામ કર્યું હતું. ઈચ્છાશક્તિની મંદતાથી ભારતમાં કોઈ નેપોલિયન કે સિકંદર પેદા ન થઈ શક્યો. તે સતત પરદેશીઓના આક્રમણ તળે કચડાતો દેશ રહ્ના. વિદેશીઓની ગુલામીનાં મૂળ વર્ણાશ્રમધર્મ તથા વિશ્વની ઉપેક્ષા શિખવાડનાર ફિલસૂફી રહ્નાં છે. વર્ણાશ્રમ તથા વેદાન્ત પ્રત્યે પેઢીઓથી પ્રસરાવેલો અહોભાવ પ્રજાના ગળામાં ઘંટીનાં બે પડિયાં થઈને ડુબાડી રહ્ના છે, તેવી મારી વાત ઘણાના ગળે નહિ ઊતરે, પણ મારા વિચારો દિનપ્રતિદિન વધુ ને વધુ સ્પષ્ટ તથા મક્કમ થતા જાય છે.મને સ્પષ્ટ સમજાવા લાગ્યું કે જે રીતનો ધર્મ આપણે સમજીઍ છીઍ તેણે તો પ્રજાને અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદ, જ્ઞાતિપ્રથા, વર્ણવાદ, અને આ બધાંના પરિણામે વિખવાદ, કુસંપ, વિખંડન અને ગુલામી આપ્યાં હતાં. અધ્યાત્મે વ્યક્તિ તથા પ્રજાની ઇચ્છાશક્તિને મારી નાખવાનું કામ કર્યું હતું. ઈચ્છાશક્તિની મંદતાથી ભારતમાં કોઈ નેપોલિયન કે સિકંદર પેદા ન થઈ શક્યો. સૂઈગામના અનુભવો પછી મેં મારા જીવનના લક્ષ્યને વળાંક આપ્યો. દીન-દુઃખી-લાચાર માણસોની સેવા કરવી. ઍમ કરતાં કરતાં મોક્ષ મળતો હોય તો ઠીક, ન મળતો હોય તોપણ વાંધો નહિ. મને થયા કરતું કે આવતી કાલે વિજ્ઞાન સ્પષ્ટ રીતે આત્મવાદને નિર્મૂળ સાબિત કરી આપે તોપણ મારે ઍવું લક્ષ્ય તથા ઍવી સાધના સાધવી કે જેમાં કશું ખોવાનું ન હોય. હું ઉઘાડા પગે રખડું (ફર્યો જ હતો) કે જાણી કરીને ઉપવાસ દ્વારા ભૂખતરસ વેઠું; ટાઢે થથરું કે પંચધૂણી તાપીને શરીરની ચામડી બાળી નાખું આવી બધી દેહદમનની ક્રિયાઓથી કોઈનું શું ભલું થવાનું હતું ? અને જો આવી ક્રિયાઓથી કોઈનું ભલું ના થતું હોય અને બીજી તરફ આત્મવાદનો આખો કિલ્લો ગબડી પડયો હોત તો હઠપૂર્વકની મારી દેહપીડક ક્રિયાઓ લક્ષ્યહીન થઈ જાય, આકાશપુષ્પને મેળવનારી થઈ જાય. જોકે આજે હું આત્મવાદી તથા ઈશ્વરવાદી છું. પણ મારો આત્મવાદ આત્મકલ્યાણના માટે દેહદમનને જરૂરી માનતો નથી. ઍક સીમા સુધી તિતિક્ષા જરૂરી છે, પણ હઠપૂર્વક દેહને પીડા આપનારા નિયમો જરૂરી નથી. ઘણી વાર તો અનાવશ્યક, અરે, અકુદરતી નિયમો પાળવા પાછળ તમારી તમામ શક્તિ સંઘર્ષરત રહેતી હોય ઍટલે જીવનના સહજ વિકાસને તમે ગૂંગળાવી નાખતા હો છો. તમારા શરીરમાં ઍટલી બધી બેડીઓ ન નાખો કે તમે ચાલી જ ન શકો, બોલી જ ન શકો, હાલી જ ન શકો. (ક્રમશઃ)