Vishesh News »

ઉમરગામના વિકાસમાં સાંસદના ઉદાસીન વલણ મુદ્દે સરપંચો વિફર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૧ ઃભીલાડ ગ્રામ પંચાયત ખાતે ઉમરગામ તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ લાલા નાયકના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. પંથકની બાવન ગ્રામ પંચાયતમાંથી ૯૫ ટકા સરપંચો આ બેઠકમાં ઉપસ્થિત રહ્ના હતા. પ્રમુખ વિશ્વનિકે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમે તમામ સરપંચો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સાંસદ પદના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં નહીં જોડાઈઍ! ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઉમરગામ પંથકના સરપંચોને વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી ફુટી કોડી પણ આપી નથી. ઉમેદવાર સાંસદે જાતે ઉમરગામ પંથકમાં આવી દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પોતાનો પ્રચાર કરી ભાર બહુમતીથી વિજય બને ઍવા વિરોધરૂપી આશીર્વાદ આપી પોતાનો આક્રંદ સરપંચોને સાંસદની ગ્રાંટમાથી ફુટી કોડી પણ નહી મળતા વિકાસ રૂંધાયો, સરપંચ સંઘની બેઠકમાં આક્રૌશઃ ઉમેદવારે ગામે ગામ જાતે મત માંગવા પડશે પ્રમુખ સમક્ષ ઠાલવ્યો હતો. બેઠકમાં પંથકના ગામોના વિકાસ સાથે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ગામોનો સુંદર વિકાસ તદુપરાંત પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તથા ગામને શિક્ષિત અને સ્વાસ્થ્ય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. મામલતદાર કચેરીને લાગતા પ્રશ્નોમાં રેશનકાર્ડ સુધારા તકલીફ રજૂઆત વધારા, ઍન્ટ્રીઓમાં પડતી અંગે મામલતદારને મળીને કરવી, તેમજ ઉમરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે ગામને વધુ વિકાસશીલ કરવા સંદર્ભે ચર્ચા કરી સરપંચ સંઘના સંકલનમાં રહી તમામે તમામ ઉપસ્થિત સરપંચો ઍક સંપ થઈ અધિકારીઓની મુલાકાત કરવી સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અંતર્ગત વિજય પાટકર, પ્રભુ ઠાકરિયા, સુરેન્દ્ર ટંડેલ, દિપક ધોડી, રવું વારલી, દિપક પટેલ, જયંતિ પટેલ સહિતના મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્ના હતા.