Vishesh News »

હેપ્પી બર્થ ડે-મીણબત્તી ઓલવીને કે દીપ પ્રગટાવીને !

કેન્ડલ-મીણબત્તી બળવાથી હાનિકારક ઝેરી અને નુકશાનકારક કેમિકલો- વાયુ છૂટા પડે, જયારે ગાયના ઘીનો દીપક ઝેરી-હાનિકારક સૂક્ષ્મ જીવોને દુર કરી વાતાવરણને શુદ્ધ કરે !’ ડોક્ટર કહે છે - ડો. યોગેશ વેલાણી ૨ વર્ષની પ્રિન્સી, આજે ઍનો ચાચોથો બર્થ ડેહતો. શિયાળો હતો ઍટલે બારી-બારણાં બંધ અને અંદર મહેમાનોની હાજરી. સુંદર અને મોંમાં પાણી આવી જાય ઍવી સરસ મજાની કેક, વચ્ચે ટેબલ ઉપર હતી અને ઍના ચારે ખૂણે ચાર કલરફુલ અને સેન્ટેડ મીણબત્તી સળગાવીને મૂકી હતી. વાતાવરણ સુગંધિત હતું. ધીમું ધીમું મ્યુઝિક વાગતું હતું. પ્રિન્સી આજે ખુશખુશાલ હતી. જો જો કે, સવારે ઍને થોડી શરદી જેવું હતું, તાવ પણ હતો, પણ બર્થ ડેની વાતે ઍની માંદગી છૂમંતર થઈ ગઈ હતી. હવે, બેટા પ્રિન્સી, તમે ફૂંક મારીને મીણબત્તીઓ ઓલવી નાખો અને પછી કેક કાપો.. વડીલોનાં સૂચનો શરૂ થઈ ગયાં ! પ્રિન્સીઍ મીણબત્તી ઓલવવા ફૂંક મારી, પણ શરદીનાં કારણે કે બીજા કોઈ કારણે મીણબત્તી ઓલવાઈ નહીં. ઍમ નહીં બેટા.. જો પહેલાં ખૂબ ઊંડો શ્વાસ લો, પછી જોરથી ઍક મીણબત્તી ઉપર ફૂંક મારી ઍને ઓલવો પછી બીજી, ત્રીજી, ચોથી.. ! વડીલો સલાહ આપ્યા વગર રહી ન શકે ને ! પ્રિન્સીઍ ઊંડો શ્વાસ લીધો, મીણબત્તીની જેટલી નજીક જઈ શકાય ઍટલી નજીક ગઈ અને પછી જોરથી ફૂંક મારી.. ઍક મીણબત્તી ઓલવાઈ ગઈ... હવે બીજી ઉપર ફૂંક મારો... ફરીથી ઍમ જ કર્યું િ-ન્સીઍ અને ઍમ ચારે મીણબત્તીઓ ઓલવાઈ ગઈ.. હેપ્પી બર્થ ડેનું સંગીત-ગીત શરૂ થયું અને બધાઍ તાળીઓ પાડીને ઍમાં સાદ પૂરાવવા માંડ્યો. પણ આ શું...? પ્રિન્સીને ઉધરસ ઉપર ઉધરસ આવવા માંડી અને પછી શ્વાસ લેવામાં તકલીફ, છોકરી જાણે ગૂંગળાઈ જતી હોય ઍમ લાગવા માંડયું. તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. નિદાન થયું- કોઈ ઝેરી ગેસનાં કારણે, ધુમાડાનાં કારણે શ્વાસનળી સંકોચાઈ ગઈ છે. લેરીન્જિયલ સ્પાસમ થયું છે. સમયસરની સારવારથી પ્રિન્સીબહેન ઠીક તો થઈ ગયાં પણ બર્થ ડેની ઉજવણી તો અધૂરી જ રહી... બધાનો મૂડ ખરાબ થઈ ગયો. પણ ઍવું થયું શા માટે ? અને બધાં હાજર જ હતા, તો પછી આવું કેમ થયું ? કદાચ કેન્ડલ ઓલવવા માટે અમારા સહુની સૂચનાથી ઊંડો શ્વાસ લીધો હતો અને આ સેંન્ટેડ મીણબત્તીના ધુમાડા ઍણે શ્વાસમાં જોરથી અંદર લીધા હોય, ત્યારબાદ બીજી મીણબત્તી ઓલવતી વખતે પહેલી મીણબત્તી-ઓલવાઈ ગયેલી-માંથી ધીમી ધૂમ્રસેર નીકળતી હતી ઍ પણ ઍના શ્વાસમાં ગઈ હોય... ગમે તે હોય પણ આમાં મીણબત્તી જવાબદાર તો ખરી જ ને...? ડોક્ટર સાહેબે હકારમાં માથું ધુણાવ્યું અને પોતાનાં કામમાં લાગી ગયા? અમેરિકામાં જ રહેઠાણોમાં લાગતી આગમાં દસ ટકાને ઈજા થાય છે અને છ ટકાનું મૃત્યુ થાય છે. આ આગ લાગવાનું મોટાભાગે કારણ કેન્ડલબેન હોય છે ! કેન્ડલ શબ્દ મૂળ લેટિન છે, જેનો અર્થ થાય છે ટુ સાઈન-ઍટલે ચમકવું અથવા ચમકાવવું અને આપણે મીણબત્તી કરીઍ છીઍ જે પોતે જ કહે છે કે, ઍ ઍક બત્તી- દીપક છે, જે મીણથી બળે છે. હાલમાં મળતી કેન્ડલ ૯૫ ટકા મીણ-પેરેફીન વેક્સમાંથી બને છે. ઈ.સ. ૧૮૫૦ની સાલમાં પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલને નિસ્યંદિત કરતાં બચેલા કચરામાંથી પેટ્રોલિયમ જેલી- વેક્સ બનાવવાની પ્રક્રિયાની શોધ થઈ અને પછી તો ઍનો ઉપયોગ મીણબત્તી બનાવવા માટે થવા માંડ્યો. ઍ ખૂબ જ સસ્તું હતું. કેમ કે, ક્રૂડના છેવટના કચરામાંથી મેળવાતું ! દરરોજ લગ્ન પ્રસંગે, બર્થ ડે કે મેરેજ ઍનિવર્સરી કે કોઈ ધાર્મિક પ્રસંગોઍ લગભગ બે મિલિયન (૨૦ લાખ) મીણબત્તીઓ બાળીઍ છીઍ. ઍક કલાક મીણબત્તી બળે તો ઍ લગભગ દસ ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર પાડે છે! આપણે કાર્બન ફ્રી વાતાવરણનાં સ્વપ્નો જોઈઍ છીઍ ! પણ આ કાર્બન અને પાણીની વરાળ ઍટલા નુકસાનકારક નથી, ઍ તો બધી જાતના અગ્નિ સાથે સંકળાયેલા જ હોય છે. મીણબત્તી બળે ઍટલે ઍની સાથે સાથે (પેટ્રોલ કે ડીઝલની જેમ) થોડોક કે વધુ ઝેરી ધુમાડો બહાર તો કાઢે જ ! મીણબત્તી ઍ જ કુટુંબનો સૌથી ઓછો ઉપયોગી સભ્ય છે, ઍટલે ઍ પણ ઍના સંસ્કારો તો બતાવે જ ને ! મીણબત્તી બળે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ પાણીની વરાળ ઉપરાંત ઍન્ઝોઈન ગ્રુપના ઘણા ઝેરી કેમિકલો પણ નીકળે છે. જેમાં ટોલ્યુઈન મુખ્ય છે. જે શ્વાસનળીમાં સાધારણ સોજાથી માંડીને કેન્સર સુધીના બહોળા વ્યાપમાં ઍ નુકસાનકારક હોઈ શકે. બીજા કેમિકલો, ટ્રાઈ ક્લોર ઈથીલીન, ફલોરો બેન્ઝીન, ઈથાઈલ બેન્ઝીન, ઝાઈલીન, ક્રિસોલ, ટ્રાઈ કલોરા મિથેન, કાર્બન ટેટ્રાક્લોઈડ વગેરે વગેરે... ઘણાં બધાં અઘરાં નામ અને પાછાં ઝેરી પણ ઍવાં જ, કેમિકલોની ભેટ આપણને મીણબત્તી આપી શકે છે. ખાસ કરીને જ્યારે બંધ રૂમમાં, નાના રૂમમાં જ્યાં હવાની અવરજવર ન થતી હોય ત્યાં આ બધાં ઝેરી તત્ત્વો વધુ નુકસાનકારક બની શકે. આમ તો અગ્નિ ઍ પ પંચમહાભૂતમાંનો ઍક દેવ છે. (દેવ ઍટલે કે આપણને આપે છે. જેમ કે, અગ્નિદેવ આપણને -કાશ અને ગરમી આપે છે) અગ્નિ સાથે માનવજાતને બહુ જ જૂની દોસ્તી છે. જેના વગર પથ્થરયુગના માનવીનું જીવન પણ અસહ્ના બનત ! બે પથ્થર ઘસવાથી થતો અગ્નિ જીવનરક્ષક બનતો ઍટલે જ દરેક ધર્મ- સંપ્રદાયમાં અગ્નિને મહત્ત્વનું સ્થાન અપાય છે. (મોટા ભાગના દરેક...!) ધૂપ, અગરબત્તી, દીપક, મીણબત્તી કે પછી હવનના સ્વરૂપમાં ગમે તે સ્વરૂપે આપણે અગ્નિદેવની પૂજા તો કરીઍ જ છીઍ. માન આપીઍ જ છીઍ ? મીણ ન હોતું શોધાયું ઍ પહેલાં પણ લોકો ઘરને -કાશિત કરવા માટે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતા. પણ ઍમાં ગંધ અને ધુમાડો બંને વધુ પ્રમાણમાં થતાં ઍટલે પૈસાદાર લોકો માટે મધ કાઢી લીધા પછી બાકી રહેલા મધપૂડાના મીણનો ઉપયોગ-કેન્ડલ બનાવવા માટે કરતા પણ.. ઍ ખૂબ જ મોંઘી બનતી, પણ ઍ ખૂબ પ્રકાશ આપતી અને ગંધ કે ધુમાડા વિહીન હતી. ઍ જમાનામાં અ બાસીડ ખલીફા પોતાના મહેલને પ્રકાશિત કરવા માટે વાર્ષિક ૧-૨ મિલિયન ચાંદીના દિરામનો ખર્ચ કરતા - ઍ તો રાજા હતા ઍટલે ઍમને પોષાય, બાકી બીજાનું કામ નહીં! આ મીણબત્તી બળે ઍટલે પ્રકાશ પાથરે, ઉષ્મા પણ આપે ઍની સાથેસાથે થોડોક ધુમાડો પણ થાય. આ ધુમાડો થવાનું કારણ મીણબત્તીની વાટ જે મોટેભાગે કપાસમાંથી - રૂમાંથી બનાવાય. આ કપાસ ઉપર જંતુનાશક દવાઓ પુષ્કળ પ્રમાણમાં નાખેલી જ હોય છે. ઍટલે જ્યારે બળે ત્યારે થોડી માત્રામાં જંતુનાશકો પણ ધુમાડાની સાથે હવામાં ભળે, તેમજ પૂરતા પ્રમાણમાં ઓકિસજન આ ક્રિયામાં ન ભળે કે પછી વધુ પડતું મીણ વાટમાં ઉપર ચડતું હોય તો પણ પૂર્ણ દહન થતું નથી, તેથી કાર્બન મોનોક્સાઈડ પણ ઉત્પન્ન થાય - આની સાથે બીજા મીણથી ઉત્પન્ન થતા કેમિકલો તો ખરાં જ ! જર્મનીના ટેકનિકલ કન્ટ્રોલ બોર્ડે મીણબત્તીમાં કેન્સર કરી શકે ઍવા કેમિકલો તેમજ ઘરના પેઈન્ટિંગ, સ્થાપત્યના પ્રતીકાત્મક તસવીર નમૂનાઓ, ઘરની દીવાલોને પણ બગાડવાની શક્તિ ઍમાં છે, ઍવું નોંધ્યું છે. આવું જ સંશોધન ઈ.સ. ૨૦૦૯માં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજી ઍન્ડ ફિમિકલ સાયન્સ ઍટ સાઉથ કોરોલીના સ્ટેટ યુનિ.ઍ કર્યું અને નોંધ્યું કે, હવાની અવરજવર ઓછી હોય અથવા બિલકુલ ન હોય ત્યાં મીણબત્તીનો ધુમાડો સામાન્ય ઉધરસ, ચામડી ઉપર ઍલર્જીથી માંડીને ઘણી બધી ગંભીર શારીરિક અને માનસિક ઈજાઓ કરી શકે છે. શું શું શારીરિક નુકસાન થઈ શકે ? -માથું દુઃખવું-આખા દિવસનું કામ કરીને થાકી ઘરે આવ્યા હો ત્યારે સેન્ટેડ મીણબત્તીઓ સળગાવી હોય અને બીજી બધી લાઈટો બંધ રાખીને ધીમું સંગીત સાંભળતા હો, મીણબત્તી-સેન્ટેડ બળવાથી બેન્ઝોઈન, ટોલ્યુઈન તમારા શ્વાસમાંથી થઈ તમારા લોહીમાં અને ત્યાંથી મગજ અને મજગ ઉપર ઍની અસર દેખાડે છે અને તમને શાંતિને બદલે હેડઍક થઈ જાય અને પછી પેરાસિટામોલની ગોળી લેવી પડે!!! -અમેરિકન કેન્સર સોસાયટીનું કહેવું છે કે, મીણમાં કેન્સર કરી શકવાની શક્તિમાન તત્ત્વોનું અસ્તિત્વ છે. લ્યુકીમીઆ ખાસ કરીને માઈલોઈડ લ્યુકીમીઆ (બ્લડ કેન્સર) કરી શકે છે. -નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના મતે ટોલ્યુઈન શ્વાસમાંથી લોહીમાં અને ત્યાંથી કિડની સુધીનો પ્રવાસ કરી કિડનીને પણ ઈજા પહોંચાડી શકે છે. -સુવાવડી માતાના લોહીના નમૂનામાં પણ આવા ઝેરી તત્ત્વો જોવા મળ્યા હતા, જે પ્લેસેન્ટા દ્વારા બાળક-ગર્ભસ્થ શિશુને પણ ઈજા પહોંચાડી શકે અને જન્મજાત ખોડ સાથે બાળક અવતરી શકે. -બોનમેરોને ઈજા પહોંચાડીને આપણી લોહી બનાવવાની ફેક્ટરીને હાનિ પહોંચાડીઍ છીઍ. -શ્વાસમાં લીધેલા ઝેરી ગેસ શ્વસન તંત્રને બગાડી જ શકે, પણ ક્યારેક શ્વાસ જ બંધ થઈ જાય ઍવું પણ બની શકે. -ઊબકા કે ઊલટી થવી -ભૂખ ન લાગવી -ભૂલી જવાનો રોગ થવો વગેરે વગેરે... આ બધાથી કઈ રીતે બચી શકાય ? મીણબત્તી-મીણની જગ્યાઍ તેલ વાપરીઍ... વધુ સારું તો ગાયનું ઘી... ઍનો દીવો બનાવીને પાણીઆરે મૂકવાની જૂની પદ્ધતિ ઘણી રીતે ફાયદાકારક છે. ઘી ઍટલે ફેટી ઍસિડ, ઍનું દહન થાય ઍટલે ઍમાંથી આલ્ડિહાઈડ, ફાર્માલ્ડિહાઈડ નીકળે જે ઝેરી બેકટેરીઆ, વાયરસ તેમજ બીજા હાનિકારક સૂક્ષ્મજીવોને દૂર કરી વાતાવરણ ચોખ્ખું બનાવે છે. ઍટલે જ આપણે, આપણાં જૂના સંસ્કારોના વારસાને યાદ કરી બાળકોના જન્મ દિવસે મીણબત્તી બુઝાવવાની ક્રિયા બંધ કરી ગાયના ઘીનો દીપક બાળકના હાથે પ્રગટાવવાની ક્રિયા ફરી શરૂ કરીઍ અને અંગ્રેજોના – ગુલામી માનસમાંથી તેમજ હાનિકારક રિવાજોને તિલાંજલિ આપીઍ. જો જીવનમાં, સુખી થવું હોય તો.. પૈસાને સદા ખિસ્સામાં રાખવાના, મગજમાં નહીં...!