Vishesh News »

‘મગદુર ભલા શી ઝાકળની કે સૂર્યઝલકને પામી શકે!’

સંવેદન - બાબુ ચૌધરી, નાનાપોîઢા આપણે શ્વાસને જોઈ શકતા નથી. હવા અમૂર્ત છે.શ્વાસ અનુભવી શકાય છે. હવાનો સ્પર્શ જાણી શકાય છે. પવન સ્પર્શગ્રાહ્ના છે, વિશ્વ આખું આપણે ઍક નજરથી જોઈ શકીઍ છીઍ પણ આ જોવાનુંશ્વાસ હોય ત્યાં સુધી જ બની શકે છે. કોઈના દર્શનની ઝંખના છે,કારણ કે દર્શન ઍ જીવન છે, દર્શન ઍ આંખોના શ્વાસ છે. આંખોને પણ શ્વાસ હોવાની કલ્પના કેટલી ભવ્ય છે તેનો ખ્યાલ મરીઝનો આ શેર વાંચીઍ ત્યારે આવે છે ‘આવો તમે કે મારા નયનને જીવન મળે દર્શન તમારાં ઍ જ તો આંખોના શ્વાસ છે.’ ઘાયલ પણ આવા જ ભાવને પોતાની આગવી છટામાં અભિવ્યક્ત કરતાં કહે છે કે તમે મારી સામે છો ઍટલે જ તો આંખોમાં જીવન જેવું કંઈક છે. તમે સૂર્ય છો અને હું ઝાકળ જેવો ઘડીભરનો મહેમાન છું. સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં ઝાકળનું અસ્તિત્વ મટી જાય છે. પણ ઝાકળ સ્વરૂપ આંખોમાં ચેતનની લહેર દોડવા લાગે છે ‘મગદુર ભલા શી ઝાકળની કે સૂર્યઝલકને પામી શકે! છો આપ અભિમુખ મુજથી તો આંખોમાં ચેતન બાકી છે.’ કોઈ આવે તો નયનને જીવન મળે ઍવી ઈચ્છા મરીઝ વ્યક્ત કરે છે, પણ આવી આશાઓ ક્યારેક ફળે છે અને મોટેભાગે વિફળ જાય છે. ક્યારેક નજર સમક્ષ આવતું સૌંદર્ય ફરેબિ હોય છે અને રૂપ અને સ્વરૂપ નોખા હોય છે. મરીઝ કહે છે કે હું આમ ને આમ છેતરાતો રહ્ના છું. ‘વારે ઘડી ફસાયો છું સુંદર ફરેબમાં વારે ઘડી તમારી નજર છેતરી ગઈ.’ છેતરાયા પછી પણ મન માનતું નથી ઍટલે કોઈકના સ્નેહની, કોઈની ચાહતની અને કોઈના પ્યારની ખ્વાહિશ કાયમ રહે છે. આખી દુનિયા પ્યાર કરે ઍ શક્ય નથી ઍટલે ઍકાદ મનગમતાનો આવકાર મળી રહે તો ગનીમત હોવાનુંમરીઝ કહે છે ‘જગતનો પ્રેમ મળે જો તમે મને ચાહો તમારી આંખોમાં દુનિયાનો પ્યાર શોધું છું.’ જે પ્રેમમાં નજરની, નયનની અને દ્રષ્ટિની આતુરતા, તીવ્રતા અને તડપન સામેલ નથી હોતા ઍ મ્હોબત ઍક લાલસા બનીને રહી જાય છે. નજરની શુદ્ધતા અને પવિત્રતા પ્રેમને પયગંબરીનો દરજ્જો આપી શકે છે ‘ઍ મહોબબત, હવસમાં પલટાઈ જે નજરની પુકાર થઈ ન શકી જો મરીઝ રૂપની આ વેધકતા દ્રષ્ટિ પણ આરપાર થઈ ન શકી.’ રૂપની વેધક અને મનમોહક તસ્વીરની આરપાર નજર થઈ શકતી નથી. કારણ ઍ છે કે દર્શનની પ્યાસ ક્યારેય બુઝાતી નથી. શાયર અર્શી ભોપાલીઍ બધા જ દર્શનાતુર હૈયાની ઝંખનાને વાચા આપતા કહ્નાં છે કે અરે! ઍમને તો મેં હમણાં જ જોયા હતા છતાં પણ આ બેતાબી, આ વ્યાકુળતા અને આ વિહવળતા જોતા લાગે છે કે મેં ઍમને ઍક જમાનાથી નિહાળ્યા જ નથી. ખૂબ જ સમજવા જેવો માર્મિક શેર છે જેમાં શબ્દોની સાદગી છે પણ ચિંતનની ગહનતા ભારોભાર ભરી છે. ‘ઉનકો દેખા થી અભી, ફિર ઇસ તરહ બેતાબ હું વાકઇ દેખે હુઍ જૈસે જમાના હો ગયાં.’ દ્રષ્ટિ સુખ સાથે દિલનું સુખ સંકળાયેલું છે, પરંતુ ક્યારેક સામસામે આવી જનારાઓ નજરથી નજરનું તારા મૈત્રક રચી શકતા નથી. નજરની વેધકતા માટે ઉર્દુમાં તાબ શબ્દ છે. આભા, ચમક, રોશની, ઉષ્ણતા, ગરમી અને જ્યોતિના અર્થમાં તાબા શબ્દ વપરાય છે. અર્શી ભોપાલી નામના શાયર કહે છે કે ઍ મારી સમક્ષ આવ્યા તો ખરા પણ મારા નયનની તમન્નાના તાબા સામે નજર મેળવી શક્યા નહીં. આખમીચોલી પણ ન થતી હોય ત્યારે વફાની કઠિન રાહમાં ઍ કદમ બે કદમ આપણાહમસફર પણ કેવી રીતે બની શકે ‘વોહ આયે સામને લેકિન નજર મિલા ન શકે, મેરી નિગાહે તમન્નાકી તાબ લા ન શકે. રહે વફાકી કઠિન મંઝિલે અરે તૌબા વોહ થોડી દૂર ભી હમરાહ મેરે આ ન શકે.’ નજર કશુંય છૂપું રહેવા નથી દેતી. આંખ પાસે વાચા નથી પણ વાણી છે. આનંદ, અવસાદ, સુખ દુઃખ અને વિષાદ બોલ્યા વગર પણ આંખની વાણીથી વ્યક્ત થઈ શકે છે. મરીઝે પ્રેમની પરિભાષા ઍટલે નજરની ઍવી સરસ વ્યાખ્યા બાંધતા કહ્નાં છે કે બે જણ મળે ઍટલે ઍ બે વચ્ચે પરસ્પર પ્રેમ છે ઍમ માની શકાય નહીં. આ કાંઈ સબળ પુરાવો નથી. તો પુરાવો શુ છે?તમે ક્યારેય બે પ્રેમીઓને છુટા પડતા જોયા છે? ઍ બન્ને પ્રેમમાં છે કે નહીં ઍનો બધો આધાર ઍ જતી વખતે કેવી રીતે ઍકબીજાને જોયા કરે છે તેના ઉપર છે. મરીઝનો સદાબહાર શેર બધો આધાર છે ઍના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મ્હોબતના પુરાવાઓ.