Vishesh News »

નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ આજે ત્રીજીવાર રાજયનું બજેટ રજુ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી,) અમદાવાદ,તા.૨ ઃ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે તા.૨ ફેબ્રુઆરીઍ ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું વાર્ષક બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. મહત્વનું છે કે, ગત વર્ષે રાજ્ય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રુપિયા ૩.૦૧ લાખ કરોડનું હતું. જ્યારે આ વખતે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટનું કુલ કદ સંભવતઃ રુપિયા ૩.૨૫થી ૩.૪૦ લાખ કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે. ત્યારે રાજ્ય સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી અને વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસીઍશનના સલાહકાર બોર્ડના સભ્ય, કનુભાઈ દેસાઈને ે ત્રીજીવાર બજેટ રજુ કરતાં રૂબરૂ નિહાળવા માટે વાપી અને વિસ્તારના ઉદ્યોગકારો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારોનો કાફલો ગાંધીનગર જવા રવાના થઈ ચૂકયો છે. જયારે આજે શુક્રવારના રોજ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે સ્ત્ખ્ ના બીજા માળે, કોન્ફરન્સ હોલમાં બજેટ પ્રેઝન્ટેશનને લાઈવ જાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઍ નોંધવુ્ં ઘટે કે, વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં ભારત સરકાર તેના વેરા પેટે દેશના વિવિધ રાજ્યોમાંથી જે રકમ વસુલ કરશે, તેમાંથી દરેક રાજ્યોને કેન્દ્રિય નાણાપંચ દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ, જે તે રાજ્યોમાંથી વસુલાયેલા વિવિધ વેરાની રકમમાંથી હિસ્સો આપે છે. આ ધોરણો મુજબ ગુજરાતનો શેર ૩.૪૭૮ ટકા જેટલો નક્કી કરાયેલો છે. તે મુજબ, ભારત સરકાર ગુજરાતમાંથી જે વેરા વસુલે છે, તેમાંથી આ શેરની નિયત ટકાવારી પ્રમાણે ગુજરાતને તે વેરાઓની રકમમાંથી હિસ્સો ફાળવે છે.ભારત સરકારના વિવિધ વેરામાંથી રાજ્યોને મળવાપાત્ર હિસ્સા પેટે સૌથી મોટો હિસ્સો ઉત્તરપ્રદેશને ભાગે જાય છે. વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ ૧,૮૩,૨૩૮ કરોડ, બીજા નંબરે મધ્યપ્રદેશને રુપિયા ૮૦,૧૮૪ કરોડ, ત્રીજા ક્રમે પડ્ઢિમ બંગાળને રુ. ૭૬,૮૪૪ કરોડ અને મહારાષ્ટ્ર જેવા દેશના સૌથી સમૃધ્ધ રાજ્યને રુપિયા ૬૪,૫૨૫ કરોડનો ફાળો મળ્યો હતો.. આ ઉપરાંત રાજસ્થાનને ૬૧,૫૫૨ કરોડ, ઓરિસ્સાને ૪૬,૨૫૧ કરોડ, તામિલનાડુને ૪૧,૬૬૫ કરોડ, આંધ્રપ્રદેશને ૪૧,૩૩૮ કરોડ, કર્ણાટકને ૩૭,૨૫૨ કરોડ અને ગુજરાતને દેશમાં ૧૦મા નંબરે, રુપિયા ૩૫,૫૨૫ કરોડ મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જેન્ડર બજેટ રજૂ કરે તેવી સંભાવના અત્રે ઍ નોંધનીય બાબત ઍ છે કે, આગામી ઍપ્રિલ, ૨૦૨૪માં યોજનારી લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને આ વખતે નાણાંમંત્રી કનુ દેસાઇ મહિલાઓને આકર્ષવા માટે જેન્ડર બજેટ રજૂ કરે તેવી સંભાવના વર્તાઇ રહી છે. પ્રા થયેલી માહિતી મુજબ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકના બજેટમાં સારો ઍવો વધારો થઇ શકે છે. સૂત્રોના જમાવ્યા પ્રમાણે, આ વખતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ૧૫ નવા પીબીઍસસી સેન્ટરો શરૂ કરશે. સુરત ખાતે નારી સંરક્ષણ ગૃહ નવું શરૂ કરવામાં આવશે. મહિલા સ્વાવલંબન યોજનામાં અપાતી સબસીડીમાં વધારો કરવામાં આવશે. રૂપિયા ૧૮૦ કરોડના ખર્ચે મોડ્યુલર આંગણવાડીના સેન્ટરો ખોલવામાં આવશે. આવી મોડ્યુલર આંગણવાડીઓને ૫ જી સ્માર્ટ ફોન આપવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ ખાતે ૨ સરકારી વૃદ્ધાશ્રમો તેમજ બહુચરાજી ખાતે કિન્નરો માટે વૃદ્ધાશ્રમ ખોલવાની જાહેરાત થાય તેવી સંભાવના છે. ઍ જ રીતે પંચાયત વિભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્મળ ગુજરાતના કન્સેપ્ટને આગળ વધારીને ગ્રામપંચાયતોમાં પ્રત વ્યક્તિ દીઠ જે ગ્રાન્ટ ચૂકવાય છે તેમાં વધારો કરીને રૂપિયા ૪ કરાશે. આવી રાજ્યમાં ૧૪,૫૦૦ જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. આ ઉપરાંત ગામડાંમાંથી ઍકઠો થયેલો ઘન કચરોમાંથી પ્લાસ્ટિક કચરો હશે તો તારવણી કરીને તાલુકા કક્ષાઍ મોકલીને ત્યાંથી પ્લાસ્ટિક કચરો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને મોકલાશે. તેને લઇને ગ્રામ પંચાયત સહિત તાલુકા પંચાયતને આવકનો સ્ત્રોત ઉભો કરાશે. જ્યારે બાકી રહેલો વધારાના કચરાનું કમ્પોઝીંગ ખાતર બનાવીને વેચાણં કરવામાં આવશે. તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સેમિકન્ડકટર ક્ષેત્રે આવેલા રોકાણને ધ્યાનમાં રાખીને ૫,૦૦૦ જેટલા પ્રશિક્ષિત યુવાનોને તૈયાર કરવામાં આવશે. નવા ૧૦૦ જેટલા અનપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે. સાથે સાથે સિલિકોશિશથી અવસાનના કિસ્સામાં મૃતકના વારસદારોને અપાતી આર્થિક સહાયમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. ઍ જ રીતે ગુજરાત સામુહિત જૂથ અકસ્માત વીમા યોજનામાં અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવશે. જ્યારે ગોધરા અને બિલિમોરા ખાતે ૨ મેગા આઇટીઆઇ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં લખપતિ દીદીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાત સરકારે પણ રાજ્યમાં ૭.૪૩ લાખ લખપતિ દીદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તે અંતર્ગત સખીમંડળોના સભ્યોને વ્યાપાર-ધંધો કરવા માટે રૂપિયા ૧ લાખ સુધી વગર વ્યાજની લોન આપવામાં આવશે. આદિજાતિ વિભાગમાં અભ્યાસ કરતા ધોરણ ૯ અને ૧૦માં ભણતા બાળકોને શિષ્યવૃત્તિમાં વધારો કરીને રૂપિયા ૨૦,૦૦૦ જ્યારે ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને રૂપિયા ૨૫,૦૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઍ જ રીતે આદિજાતિ સમુદાયને પશુખરીદવા માટે રૂપિયા ૪૨,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને રૂપિયા ૬૦,૦૦૦ કરવામાં આવે તેવી શંભાવના છે. જો કે, સાથે સાથે સૂમુલ દ્વારા પણ રૂપિયા ૨૦,૦૦૦ વધારાના આપવામાં આવતા હવે તે રકમ રૂપિયા ૮૦,૦૦૦ થાય તેવી સંભાવના રહેલી છે.