Vishesh News »

જિલ્લાના ૧૦૦૦થી વધુ ભાવિકો ટ્રેન મારફતે અયોધ્યા જશે

વલસાડ, તા. ૦૧ ઃ વડાપ્રધાનના હસ્તે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા બાદ સ્થાપના થયેલા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ટ્રેન મારફતે જઈ રહ્ના છે. જેમાં વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા બેઠકમાંથી ૧૦૦૦થી વધુ રામભક્તો ૬ ફેબ્રુઆરીના રોજ બપોરે વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા જવા માટે રવાના થશે. ૧૯૯૨મા અયોધ્યામાં કાર સેવકોઍ બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ રામલલાની મૂર્તિની સ્થાપના કરી હતી. વર્ષો બાદ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ દેશ-વિદેશ ના મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તોઍ ભગવાન શ્રીરામના દર્શન કરવા ઉમટી રહ્ના છે. ત્યારે હાલમાં જ ભારત સરકાર દ્વારા અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ભગવાન રામના દર્શન કરવા માટે વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા બેઠકમાંથી ૧,૦૦૦ થી વધુ રામભક્તો ૦૬/૦૨/૨૦૨૪ ના રોજ બપોરે ૧ઃ૩૦ કલાકે અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનમાં રવાના થનાર છે. આ ટ્રેન વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર થોભશે. અને આ ટ્રેનમાં વલસાડ વાપી, ઉમરગામ, પારડી ધરમપુર કપરાડા વિસ્તારના ૧૦૦૦થી વધુ રામ ભક્તો ટ્રેનમાં જવાના થશે. આ અગાઉ ૦૨/૦૨/૨૦૨૪ ના રોજ વલસાડ વિધાનસભા વિસ્તારમાંથી રામ ભક્તો ટ્રેન મારફતે અયોધ્યા જવાના હતા પરંતુ કોઈ કારણોસર તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.