Vishesh News »

નાનાપોંઢા વિસ્તારમાં વીજ કંપનીના દરોડા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢાના ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી અંગેની ફરિયાદોને લઇને જીયુઅીઍનઍલ અને ડીજીવીસીઍલની વિજિલન્સની ૩૮ ટીમ, પોલીસ ઍક્સ આર્મીમેન ૨૦થી વધુ વાહનો અને વીજ કંપનીના અધિકારીઓ સાથે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ટીમ સાથે સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૨૪૭૦ ઘર વપરાશ, કોમર્શિયલ, ખેતી સહિતના કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૧ કનેક્શનમાં વીજચોરી જણાતા રૂ.૧૫.૨૦ લાખથી વધુ બિલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ગુરુવારની વહેલી સવાર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. નાયબ ઈજનેર વિજિલન્સ કોર્પોરેટ સુરત કે. કે. પરમાર આમ તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડક કાર્યવાહી કરવામા આવશે. તેમ વીજ તંત્રે જણાવ્યું હતું.