Vishesh News »

ધરમપુર મ્યુઝિયમના આઉટ સોર્સ કર્મચારીઅોને વેતનલાભ માટે રજુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર ધી લેડી વિલસન મ્યુઝિયમના આઉટસોર્સ કર્મચારીઓના વેતનમાં વધારા સાથે અન્ય લાભો મળે તે બાબતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ પટેલની આગેવાની હેઠળ ધરમપુર પ્રાંતને લેખિતમાં રજૂઆત કરી હતી. ધી લેડી વિલ્સન મ્યુઝિયમના આઉટ સોર્સ કર્મચારીઓના વેતનમાં વધારા તેમજ અન્ય લાભો મળે તે માટે બીટીપીના મહામંત્રી સુરેશ પટેલની આગેવાની હેઠળ આઉટસોર્સ કર્મચારીઓ સાથે પ્રાંતને લેખિતમાં રજૂઆત કરી હતી. કરાયેલ રજૂઆતમાં ઉપરોક્ત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં અને ૧૫-૫-૨૦૨૧ થી ઍક્સપોઝિશન અને કન્વેશન અમદાવાદની ઍજન્સી અસ્તિત્વમાં આવી છતાં ઇન્ક્રીમેન્ટ, ભત્તા ,બોનસ જેવા લાભ આપવામાં આવતા નથી અને કર્મચારી દ્વારા માંગ કરવામાં આવતા તેમનો પ્રશ્ન ધ્યાન પર ન લેવાતા આગામી સમયમાં આઉટસોર્સ કર્મચારીઓને ન્યાય ન મળશે તો મ્યુઝીયમની અંદર ધારણા પ્રદર્શન કરાશેની ચીમકી લેખિત રજૂઆતમાં ઉચ્ચારી છે.