Vishesh News »

યુઆઈઍની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

ઉમરગામ, તા. ૦૧ ઃ ઉમરગામ જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારનું નેતૃત્વ કરતી સંસ્થા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ની ચૂંટણી નો કાર્યક્રમ જાહેર થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ગત બે વર્ષની કામગીરી અંગે વ્યાપક ચર્ચા સાંભળવા મળી રહી છે. ગત ચૂંટણીમાં વર્તમાન હોદ્દેદારોની સામે પ્રતિસ્પર્ધી પેનલમાંથી ઍક ઉમેદવાર ની જીત થઈ હતી જ્યારે બહુમતી ઉમેદવાર સંસ્થાની ભાગદોડ સંભાળનાર વર્તમાન હોદ્દેદારો ની ટીમમાંથી ચૂંટાઈ આવ્યા હતા. હોસ્પિટલ પ્રોજેક્ટ અને ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તા સીસીટીવી કેમેરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન નાળા નાખવાની કામગીરી વગેરે પૂર્ણ કરી પ્રમુખ જીગ્નેશ બારી તથા હોદ્દેદારોઍ ચૂંટણી સમયે આપેલા વચનો મહદ અંશે પૂરા કર્યા છે. જીગ્નેશ બારીના બે વર્ષ નો કાર્યકાળ નિર્વિવાદ રહ્ના છે. અંડર ગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટ માટે મંજૂરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગકારોના પ્રશ્નો અંગે ગાંધીનગર સુધી સંસ્થાના હોદ્દેદારોઍ રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે. થર્ડ ફેસ વિસ્તારમાંથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી ઉદ્યોગકારોને આપેલું વચન પૂર્ણ કર્યું છે. ગત બે વર્ષની કામગીરી જોતા આગામી ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી પેનલ મેદાને ઉતરશે કે કેમ અને ઉતરશે તો ચૂંટણી ઍજન્ડામાં કયા મુદ્દાઓનો સમાવેશ કરશે ઍ વિચાર માંગી લેવો પ્રશ્ન છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન સંસ્થા દ્વારા સત્તાવાર જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ માં ઉમેદવારી નોંધાવવાની તારીખ ૨૯ જાન્યુઆરી ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોઍ ૨૪ ફેબ્રુઆરી ૧૧ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ઉમેદવારી ફોર્મ જમા કરાવવાનું રહેશે. ૭ માર્ચના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા નો સમય દર્શાવ્યો છે. ૨૧ માર્ચ ૨૦૨૪ સવારે ૧૦ૅં૦૦ થી સાંજે ૫ૅં૦૦ કલાક દરમિયાન મતદાન અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુ.આઇ. ઍ સંસ્થામાં કેટલાક કિંગમેકરોની ભૂમિકા વર્ષોથી નિર્ણાયક રહી છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં શું ફરી કિંગમેકર પડદા પાછળ રહી પોતાનું ધાર્યું કરી શકશે કે પછી ચૂંટણી સમયે ધાર્યા બહાર ના સમીકરણો રચાશે તે જોવું રહ્નાં.