Vishesh News »

સોળસુંબા ટો. ફ. ધોળીયાવાડ વિસ્તારના લોકો પાકા રસ્તાની સુવિધાથી વંચિત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગમ, તા. ૧૧ ઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઍક તરફ ગગનચુંબી ઇમારતો વિકાસની ઝાંખી કરાવે છે તો બીજી તરફ ટોકર ફળિયા ધોળીયાવાડ વિસ્તારમાં રહેતા ૧૦ થી વધુ આદિવાસી પરિવારના સભ્યો ૧૮ મી સદીમાં જીવતા હોય ઍવો પ્રતીત થઈ રહ્નાં છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ સ્થાનિક રહીશો અવરજવર માટે ધૂળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્ના છે. ઉપરોક્ત ટોકર ફળિયાની ભૌગોલિક સ્થિતિ જોઈઍ તો લાગુ જમીન ખાનગી માલિકોની છે. વર્ષોથી સ્થાનિક રહીશો જે ધુળીયા માર્ગનો ઉપયોગ કરી રહ્ના છે ઍ પણ ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થાય છે. ચોમાસા સમયે તેમજ વ્યક્તિ બીમાર પડે ત્યારે સ્થાનિકોઍ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અને ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે તેઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન સ્થાનિક નેતાઓ દ્વારા કરાતું હોવાનું ખુદ મુશ્કેલી વેચી રહ્ના સ્થાનિક રહીશો ઍ જણાવ્યું હતું. ખુદ ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ મુલાકાત કરી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી અને તેથી જ સ્થાનિક રહીશો હવે ભગવાન ભરોસે બેઠા છે. ટોકર વડીયા વિસ્તારના વયો વૃદ્ધ લોકો ની અપેક્ષા છે કે, તેઓનું જીવન તો પડકારોનો સામનો કરવામાં વીત્યું આવનારી પેઢીને સુવિધા મળી રહે તે માટે સ્થાનિક પંચાયતના આગેવાનો અને ધારાસભ્ય રમણભાઈ પાટકર આગળ આવી મદદ કરે ઍવી ઈચ્છા વ્યક્ત કરી હતી.