Vishesh News »

વાપી જીઆઈડીસીમાં બે અોવરહેડ ટાંકી અને બિલખાડીના ફોરવે બ્રિજનું લોકાર્પણ

દ.ગં.ટા. પ્રતિનિધિ) વાપી, તા.૧૩ ઃ વાપી જીઆઈડીસી નોટીફાઈડ અોથોરીટી દ્વારા રૂ.૮ કરોડના ખર્ચ લોકોની સુવિધા ઉભી કરવા માટે ૨૦ લાખ લીટરની ક્ષમતા ધરાવતી બે અોવરહેડ ટાંકી પૈકી ઍક સી-ટાઈપ ખાતે અને બીજી ચણોદ વિસ્તારમાં તથા બીલખાડી ઉપરનો ફોરવે બ્રીજનું લોકાર્પણ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઈઝ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલ બિલખાડી ખાતે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વીઆઈઍના પ્રમુખ કમલેશભાઈ પટેલ અને જીઆઈડીસી અને નોટીફાઈડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈઍ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને પાયાની સુવિધાઓ પૂરી પાડવી ઍ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. જેના માટે અંડરગ્રાઉન્ડ વીજલાઈન, પુરતી લાઈટીંગ, સારા રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પુલ દ્વિમાર્ગી બનવાના કારણે અકસ્માતના બનાવો પર પણ અંકુશ આવશે. આ પ્રસંગે તેમણે ગાયત્રી શક્તિ પેપર ઍન્ડ બોર્ડ લિ. દ્વારા આ બ્રિજની બંને તરફ બનાવવામાં આવેલ ત્રણ પોકેટ ગાર્ડનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીઆઈઍના પ્રમુખ કમલેશ પટેલ, સતીષ પટેલ, હેમાંગ નાયક, પ્રકાશ ભદ્રા વાપી ઉદ્યોગનગર ભાજપના પ્રમુખ હેમંત પટેલ, વીજીઍલના ડીરેક્ટર મગનભાઈ સાવલીયા, સુરેશભાઈ પટેલ, પ્રમોદ પટેલ, બી.કે. દાયમા, મીતેશ દેસાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, નોટીફાઈડના સી.અો. દેવેન્દ્ર સગર, જીઆઈડીસીના ડી.ઍમ. આશિષભાઈ મારૂ, દિનેશભાઈ પરમાર અને વાપી જીઆઈડીસી નોટીફાઈડ કચેરીના અધિકારીઅો ઉપસ્થિત રહ્ના હતાં.