Vishesh News »

વલસાડ જીલ્લા પોલીસે માત્ર ૧ જ માસમાં ૨૦ વર્ષ દરમ્યાન ગુમ થયેલા ૮૦ને શોધી કાઢયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ ઃ આજે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ઍક અખબારીયાદી જાહેર કરી ઍ જણાવવામાં આવ્યું હતું કે વલસાડ જીલ્લામાં છેલ્લા ૨૦ વર્ષમાં ગુમ થયેલા, અપહરણ થયેલાઅોમાંથી માત્ર ઍક જ માસમાં ઍટલે કે જાન્યુઆરી-૨૪માં ૧૮ વર્ષ સુધીના ૨૦ બાળકો જેમાં ૧૦ છોકરા અને ૧૦ છોકરી જયારે ૨૦૦૮ થી ૨૦૨૪ સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના ગુમ થયેલાઅો પૈકી ૪૦ સ્ત્રી અને ૨૦ પુરુષો મળી ૬૦ વ્યકિતઅો ઍટલે કે કુલ ૮૦ ગુમશુદાઅોને શોધવામાં વલસાડ જીલ્લા પોલીસને સફળતા મળી છે. વલસાડ જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં હાથ ધરાયેલ કામગીરીમાં જીલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં નોîધાયેલા કિસ્સાઅો બાબતે તેમને શોધી કાઢવા જરુરી દસ્તાવેજા, ફરિયાદી, સાહેદો વગેરેના નિવેદનો અને મળેલા સરનામે તપાસ કરવામાં આવી હતી. રાજય બહારના કિસ્સાઅોમાં જે તે રાજયના અને જે તે જીલ્લાના સ્થાનિક પોલીસ સરપંચો, ટેકનીકલ સોર્સ અને હૃમન ઈન્ટલિજન્ટસની મદદથી જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.