Vishesh News »

સાયલીની ઍસઍસઆર કોલેજના કેમ્પસમાં વાર્ષિક સ્પોર્ટ્સ મીટનો પ્રારંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૧ ઃ લ્લ્ય્ કેમ્પસ, સાયલી સેલવાસ ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ મીટ સફળતાપૂર્વક શરૂ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટનું ભારે ઉત્સાહભેર આયોજન કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ સેલવાસના કાર્યકારી સચિવ પી.કે.જેડીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હ-તા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પીઆરઓ ડો.પંકજ શર્માઍ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જીવનમાં રમતગમતના મહત્વ વિશે વાકેફ કર્યા હતા. સ્વ. મોહન ઍસ. ડેલકરને યાદ કરીને, ડૉ. પંકજ શર્માઍ તેમના આદર્શોને અનુસરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. ડો.શર્માઍ વર્તમાન અધ્યક્ષ અભિનવ ડેલકરનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો હતો. ૧લી ફેબ્રુઆરીથી ૩જી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, ૧૦૦ મીટર દોડ, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, ડિસ્કસ થ્રો, શોટ પુટ વગેરે જેવી અનેક રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે છોકરા-છોકરીઓઍ ઉત્સાહપૂર્વક તૈયારી કરી છે. આ રમતોત્સવમાં અંદાજે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ભાગ લીધો છે. ત્રણ દિવસીય સ્પર્ધાનો સમાપન સમારોહ ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ યોજાશે. સંસ્થાના રમતગમત નિયામક રૂષિકેશ વાઘચોરે તમામ કોલેજોના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટુકડી સાથે સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના તમામ આચાર્યો અને સંચાલકો ઉપસ્થિત રહ્ના હતા. રમતોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતની ભાવના જાગૃત કરવાનો છે. લ્લ્ય્ ના ઘણા વિદ્યાર્થીઓ રાજ્ય સ્તર, રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની રમત કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્ના છે. લ્લ્ય્ પરિવાર હંમેશા વિદ્યાર્થીઓની પ્રગતિ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ રહેશે.