Vishesh News »

વાપીની ઉપાસના સ્કૂલ ‘વિન્ટર સ્પોટ્સ’માં ચેમ્પિયન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ આર. કે. દેસાઈ કોલેજ દ્વારા વિન્ટર સ્પોટ્સનું આયોજન થયેલ હતું. જેમાં વાપીની વિવિધ શાળાઓઍ વિન્ટર સ્પોટ્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ રમતોનું આયોજન થયેલ હતું. જેમાં ભાઈઓ વિભાગમાં રસ્સાખેંચમાં ફાઇનલમાં પ્રવેશીને ચેમ્પીયન નિવડી હતી તથા વોલીબોલ બહેનો વિભાગમાં ચેમ્પીયન તથા રનર્સઅપ બન્ને ઉપાસના સ્કૂલને ફાળે જાય છે. ચેસ બહેનો વિભાગમાં હેન્સી પટેલ, ચેસ ભાઈઓમાં મોર્ય સ્મિત, કેરમ ભાઈઓ વિભાગમાં ખાન સમીર દ્વિતીય ક્રમ પ્રા કરેલ છે. વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના હરિકેશ શર્માના માર્ગદર્શન હેઠળ શાળાનાં વ્યાયામ શિક્ષકો કિરણ બારિયા, નરેશ રાઠોડ, નિલેશ પટેલ, દર્શિકા વ્યાસ માર્ગદર્શન પૂરું પાડયું હતું. વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્યા, ટ્રસ્ટીગણ, બિન શૈક્ષણિક ગણે, વાલીગણ અભિનંદનનાં વરસાદથી ભિંજવી નાખ્યા હતા. શાળા પરિવારે ઉત્તરોત્તર પ્રગતિ માટે સહ હ્લદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ઉપાસના પરિવારમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો છે.