Vishesh News »

અંભેટીના તરુણની હત્યાના આરોપીના જામીન નામંજુર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ ઃ કપરાડા તાલુકાના સુખાલાગામના રવિભાઈ બાબુભાઈ ચાવડા તા. ૨૮ /૯/ ૨૦૨૩ ના સાંજે ૬ઃ૩૦ કલાકે કપરાડા તાલુકાના અંભેટી સાદરવેરી વણઝાર ફળિયા રહેતા પ્રજ્ઞેશ વિજય પટેલે રવિભાઈને કહ્નાં કે મારી પત્ની સામે કેમ વારંવાર તું જોયા કરે છે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીના ઇરાદે લાકડાના ફાડચાથી માથાનો માથામાં તેમજ મોઢાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા પ્રથમ નાનાપોઢા સીઍચસી બાદમાં નાનાપોઢા ચિરંજીવી હોસ્પિટલ બાગમાં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલ જે બાદ વધુ સારવારથી સુરતની હોસ્પિટલમાં ત્યાંથી સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં લઈ જતા ત્યાં તેનું મોત થયું હતું. જે અંગે મરનારના પિતા બાબુભાઈ ચાવડાઍ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રજ્ઞેશ વિજય પટેલ ની પોલીસે ધરપકડ કરી હતી. જે અંગે ધરમપુરના ઍડિશનલ સેશન્સ જજ અશોક કુમાર શર્માઍ નજીવી બાબતમાં તરુણની હત્યા કરનાર યુવક આરોપી પ્રજ્ઞેશ વિજયભાઈ પટેલ ચાર્જશીટ ફાઇલ કરી હતી. રેગ્યુલર અરજી સંદર્ભે ડીજીપી અનીલ કુમાર ત્રિપાઠીની દલીલોને રાખી ઍડિશનલ સેશન જજ અશોક શર્માઍ આરોપીના જામીન અરજીના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.