Vishesh News »

કરજગામના પશુપાલકો પણ પ્રદૂષિત કલર યુક્ત પાણી ઢોરોને પાવા મજબૂર બન્યા!

છેલ્લા ત્રણ મહિનાથી જીપીસીબને ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણી બોરિંગોમાં આવવું યથાવત? ; કરજગામ માં વધુ બોરો પ્રદૂષિત થવાનાં ઍંધાણ સામે વધુ ઍક ફરિયાદ કરાઈ (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૧ , ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસીને અડીને આવેલ કરજ ગામમાં ફરી ઍક પશુપાલન કરતાં પરિવારનો પાણીનો બોરમાં પ્રદૂષિત કલર યુક્ત પાણી નીકળતા કરજ ગામમાં અનેક બોર પ્રદૂષિત થવાના ઍંધાણ સહિત વિસ્તારમાં ભય! પશુ પાલક પણ પોતાના ઢોર અને મરઘાંને પ્રદૂષિત ગુલાબી કલર યુક્ત પાણી પીવડાવવા મજબુર બનતા ફરી ઍકવાર સરીગામ જીપીસીપી કચેરીને ન્યાયની બુહાર લગાવવા વધુ ઍક ફરિયાદ રૂપીઆવેદનપત્ર અધિકારીઓને સુપ્રત કરી વહેલી તકે સંબંધિત કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી કરજ ગામના સ્થાનિકોને વિસ્તારમાં દૂષિત થયેલા બોરિંગના પાણીની સમસ્યાથી ઉગારવા માંગ કરાય., છેલ્લા ત્રણ મહિનાથી કોઈ કંપનીના કારણે કરજગામ વિસ્તારના જળસ્ત્રોત દુષિત થવા પામ્યા છે. જેની ફરિયાદ સરીગામ જીપીસીપી કચેરીના અધિકારી સમક્ષ ત્રણ વાર કરવામાં આવી હતી.તથા ઍકવાર જિલ્લા કલેકટરને પણ ફરિયાદ કરી ઉપરોક્ત પરિસ્થિતિમાં સ્થાનિકો જીવી રહ્ના છે થી માહિતગાર કરી સંબંધિત કંપની ઉપર કડક કાર્યવાહી કરી ઉપરોક્ત ઉદભવેલી પરિસ્થિતિ માંથી ગામને ઉગારી દૂષિત પામેલ બોરિંગોમાંથી સ્વચ્છ પાણી પીવા લાયક બને તેવી માંગ ઉઠી પામી હતી. ત્યારે ફરી છેલ્લા છ દિવસથી કરજ ગામ રાય ફળિયામાં રહેતા અને પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા સ્મિત ભરત ધોડીના ઘરમાં લાગેલ બોરમાંથી પ્રદુષિત ગુલાબી કલરયુક્ત પાણી નીકળતા પરિવારજનો ચિંતિત બની પામ્યા હતા. તે પરિવારને ડર ઍ વાતનો રહ્ના છે કે, ૪૫ જેટલી ભેંસો,મરઘી સહિત પરિવારજનોઍ પ્રદૂષિત પાણીનું સેવન હાલે કરવું પડી રહ્નાં છે અને આવી પરિસ્થિતિમાં જો કોઈ ઢોર, મરઘી અને પરિવાર જનોને પ્રદૂષિત પાણીના સેવન બાદ અસર થવાથી દુખદ ઘટના બને તો તેની જવાબદારી કોની? સરકારની સરીગામ જીપીસીપીની કે સરીગામ જીઆઇડીસી ઍસોસિઍશનની? જેને લઇ સ્થાનિકોઍ બુધવારના રોજ ફરી ઍકવાર જીપીસીપી કચેરીના દ્વાર ખખડાવી ઉપરોક્ત પરિસ્થિતિમાં વધારો થયો છે. ઍની જાણકારી અધિકારીઓને આપી હાલે ગામના વધુ બોર પ્રદુષિત થવાના ઍંધાણ જતાવી ઉપરોક્ત પરિસ્થિતિમાંથી વહેલી તકે છુટકારો અપાવવા સાંજે ચાર વાગ્યાના અરસામાં પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડી, ઍડવોકેટ મિતેશ પટેલ, વિપુલ ભોયર, મનીષ ધોડી સહિત ગામના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરીગામ જીપીસીપી કચેરીની મુલાકાત લઈ ઉપરોક્ત પ્રદૂષિત પાણી બોરિંગોમાં ફેલાતા અટકાવવા આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી.