Vishesh News »

ઉમરગામ તાલુકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ

સૌથી વધુ ગૌચર જમીન ઉપર વર્ષો થી ગેરકાયદે દબાણ કરી બેઠેલાઓ સામે સ્થાનિક સત્તા મડળ નું સૂચક મૌન , ખુદ ધારાસભ્ય રમણ પાટ કરે નગરપાલિકા વિસ્તારમાં ગૌચર જમીન ઉપર થયેલ દબાણ અંગે જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો છતાં પરિણામ શૂન્ય (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૧ ઃઉમરગામ તાલુકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર વર્ષોથી દબાણ કરી બેઠેલા દબાણદારો સામે તંત્રના અધિકારીઓનું વલણ શંકાસ્પદ જણાય છે. ઉમરગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ગૌચર જમીન તેમજ અન્ય પ્રકારની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણદારો ભોગવડો કરતા રહ્ના છે. મુખ્યત્વે ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર વામણું પુરવાર થઈ રહ્નાં છે. જિલ્લા પંચાયત હસ્તકની જમીનો ઉપર પણ દબાણ કરાયા છે. ખુદ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ગૌચર જમીનમાં થયેલ દબાણ અંગે જિલ્લા સંકલન ની બેઠકમાં રજૂઆત કરી હતી પરંતુ તે દિશામાં નક્કર કાર્યવાહી થઈ શકી નથી. દહેરી ગ્રામ પંચાયત વિસ્તાર સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ સરકારી જમીનનો માંથી મંજૂરી વગર રસ્તાઓ માટે દબાણ કરાયા છે. સ્થાનિક સતામંડળ અને સરકારી કચેરીના અધિકારીઓ ઍકબીજાને ખો આપી જવાબદારીમાંથી મોં ફેરવી રહ્ના છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીનો પર દબાણ થયેલ જોવા મળે છે. ઍક તરફ સુવિધા બહાર કરવા માટે સરકાર પાસે જમીનનો અભાવ છે અને તેથી જ ઉમરગામ તાલુકા વિસ્તારમાં કેટલીક આંગણવાડીઓ મંજૂર થઈ હોવા છતાં નિર્માણ થઈ શકતું નથી ઍવી જ સ્થિતિ આરોગ્ય વિભાગમાં પેટા આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે પણ સર્જાય છે અને બીજી તરફ સરકારી જમીન ઉપર થઈ રહેલા દબાણ સંદર્ભે અધિકારીઓ આંખ આડા કાન કરતાં જોવા મળી રહ્ના છે. ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં દરિયાકિનારે સીઆરજેડના નિયમોનો ભંગ કરી પાક્કા મકાનો પાણી બાંધવામાં આવ્યા છે. કેટલાક મકાનો તો દરિયા કિનારે નજીવા અંતરે તાણી બાંધવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિઍ પણ દરિયા કિનારા વિસ્તારમાં સી.આર ઝેડ ના નિયમોનો ભંગ કરી થયેલ ગેરકાયદેસર બાંધકામો જોખમી સાબિત થઈ શકે છે. કેટલાક મકાનો વર્ષોથી બંધ હાલતમાં છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા વૃંદાવન સ્ટુડિયો ને અડીને આવેલ સરકારી જમીન ઉપર ભોગવટો કરનાર વ્યક્તિ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. ઍવી જ રીતે ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જમીન ઉપર અને દરિયાકાંઠા વિસ્તારમાં સી.આર ઝેડના નિયમોનો ભંગ કરનારાઓ સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. દહેરી ગ્રામ પંચાયત વિસ્તાર કે જે મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર હોય સુરક્ષાની દ્રષ્ટિઍ ગ્રામ પંચાયત ગંભીરતા દાખવે તે જરૂરી.