Vishesh News »

ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં વાયુ પ્રદુષણની માત્રામાં વધારા

વહેલી સવારે કેટલાક ઍકમો દ્વારા ધુમાડાના ગોટેગોટા હવામાં વહેતા મૂકી જાહેર આરોગ્ય જોખમાય ઍવી સ્થિતિનું નિર્માણ કરી રહ્ના છે (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૧, ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં જીપીસીબી વિભાગના નિયમો ના ધજાગરા ઉડતા જોવા મળે છે. કેટલાક ઍકમો દ્વારા વહેલી સવારમાં ગેરલાભ લઈ ધુમાડાના ગોટેગોટા હવામાં વહેતા મૂકી દેતા જાહેર આરોગ્ય જોખમાય ઍવી સ્થિતિ સર્જાઈ છે. દુર્ગંધ મારતા ધુમાડામાં કેટલાક મેટલના કણો પણ હવામાં પ્રસરતા મુખ્ય માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો મુખ્યત્વે મોટરસાયકલ સવાર ને મુશ્કેલી વેઠી પડતી હોય છે. જીઆઇડીસી ને અડીને આવેલા દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં દુર્ગંધ મારતા ધુમાડાને કારણે લોકો આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી રહ્ના છે. આમ તો ઉમરગામ ઍન્જિનિયરિંગ ઝોન છે પણ કેટલાક ઍકમો કેમિકલ ઝોનને સારા કહેવડાવે ઍવી સ્થિતિનું નિર્માણ કરી રહ્ના છે. સેકડો ગ્રામજનોના આરોગ્ય સામે તોડાતા જોખમ બાબતે ઉદ્યોગકારોના ખોળામાં બેઠેલા આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો ઔદ્યોગિક ઍકમોની નીંદનીય પ્રવૃત્તિ સામે મોની બાબા બની બેઠા છે. જીપીસીબી વિભાગ ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં વાયુ -દુષણ ની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા પરિણામ લક્ષી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ઉમરગામ તાલુકાના દાહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ઔદ્યોગિક ઍકમના નિર્માણ માટે ૭૩ ઍ ઍ પ્રકારની જમીન તેમજ સરકારી જમીન ઉપર મંજૂરી વગર પ્રસ્તાવનું નિર્માણ કરી નિયમ ભંગ કરેલ છે. ઍવી વ્યાપક ફરિયાદો સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી ખરાઈ કરે તે જરૂરી.