Vishesh News »

રોણવેલ આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયનું ગૌરવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ , ભારત સરકારના દ્વારા આયોજિત રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કલેકટર કચેરી વલસાડ દ્વારા ઉજવણી કરવામાં આવી. તેમાં તેજસ્વીની જિલ્લા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ દીકરીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલય, રોણવેલની તમન્ના ઍચ. પટેલ - ચિત્ર સ્પર્ધામાં પ્રથમ હિતાંશી કે. પટેલ - વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય કલેકટર ક્ષીપ્રા ઍસ. આગ્રેના હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી અને ટી-શર્ટ આપીને દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દીકરીઓને શાળાના આચાર્ય ડો. ધનસુખભાઈ જે. આહીર અને કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ યુ. પટેલ , કેળવણી મંડળ તથા શાળા પરિવારઍ અભિનંદન પાઠવ્યા છે.