Vishesh News »

પારડીના ડુંગરીમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે રજીસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૧ , પારડી તાલુકાના ગ્રામપંચાયત ડુંગરી ખાતે ભાજપ બક્ષીપંચ મોરચા પારડી તાલુકા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બક્ષીપંચ મોરચા પારડી તાલુકાના અધ્યક્ષ દિપક ઍન પટેલ તેમજ ટીમના સભ્યો કાર્યકરી મહામંત્રી કિરણભાઈ ભંડારી મહામંત્રી જીતુભાઇ આહિર, દિનેશભાઇ પટેલ રમેશભાઈ પટેલ તથા આઈ. ટી. ઇન્ચાર્જ કિરણભાઈ પટેલ દ્વારા સારી જહેમતના પરિણામે ૧૦૦ જેટલાં લાભાર્થી ભાઈ બહેનોઍ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ નિલેશભાઈ ભંડારી, મહામંત્રી ચેતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ચાર્લીસભાઈ ભંડારી, પારડી તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં બ્ગ્ઘ્ કાર્યકર્તાઓ હાજર રહ્ના હતા.