Vishesh News »

વલસાડના ગામોના સરપંચોઍ અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટર મુલાકાત લીધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ , અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત મેડીકલ સેન્ટરમાં અતુલ લિમિટેડનાં કર્મચારીઓ ઉપરાંત આજુબાજુનાં ગામનાં લોકોને રાહત દરે અદ્યતન મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય ઍવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અતુલ ગામનાં સરપંચ વિક્રમભાઈ નાયકા, દિવેદ-ડુંગરવાડી ગામનાં સરપંચ દિપીકાબેન પટેલ, દિવેદ-ડુંગરવાડી ગામનાં ઉપસરપંચ અને વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગિત્સાબેન પટેલ, હરિયા ગામનાં સરપંચ મહેશભાઈ યાદવ, હરિયા ખેડૂત મંડળનાં પ્રમુખ કૌશલભાઈ દેસાઈ અને સેક્રેટરી યોગેશભાઈ દેસાઈ, ભગોદ ગામનાં સરપંચ સોનલબેન તલાવિયા અને ઉપસરપંચ નરેશભાઈ પટેલ અને પારનેરા ગામનાં સરપંચ ભરતભાઈ પટેલ તેમજ તાલુકા સભ્ય કિન્નરીબેન પટેલ અને શૈલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા અને સૌને મેડીકલ સેન્ટરનાં ડો. યાક્ષીકા પટેલ અને અતુલ કંપનીનાં જનરલ મનેજર ગૌતમભાઈ દેસાઈ દ્વારા અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.