Vishesh News »

વાંસદામાં પશુપાલન શિબિર સહ પ્રદર્શન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાંસદા, તા. ૦૧, તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કુકણાં સમાજ ભવન, વાંસદા ખાતે પશુદવાખાના વાંસદા દ્વારા કરેલ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન ઍન. માહલા, પશુપાલન અધ્યક્ષ જિ. પં. નવસારી નિંકુંજભાઇ ઍન. પટેલ, તા. પં. પ્રમુખ વાંસદા દિીબેન પી. પટેલ, જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ, જિ.પં. નવસારી બાલુભાઇ જે. પાડવી, જિ. પં. સદસ્ય નવસારી ચંદુભાઇ કે. જાદવ, તા.પં. ઉપપ્રમુખ વાંસદા માધુભાઇ વી. પટેલ, કારોબારી સમિતિ અધ્યક્ષ તા.પં. વાંસદા તરુણભાઇ ડી. ગાંવિત, નાયબ પશુપાલન નિયામક જિ.પં. નવસારી ડૉ. ઍમ.સી. પટેલ, નાયબ પશુપાલન નિયામક ઘ.૫.સુ. યોજના નવસારી ડૉ. બી.ઍલ. માહલા, મદદનીશ પશુપાલન નિયામક પશુરોગ અન્વેષબ ઍકમ નવસારી ડૉ. વી.વી. ઓઝા ઉપસ્થિત રહ્ના હતા. આ શિબિરમાં મહાનુભવો દ્વારા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી વિષયક, પશુઓના મૂલ્ય અને પશુપાલનના અન્ય પૂરક વ્યવસાય અંગેનું મર્ગદર્શન આપવામાં આવ્યુ અને પશુપાલન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થાય ઍવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ શિબિરમાં ૨૦૦ જેટલા પશુપાલક ભાઈઓ અને બહેનોઍ ભાગ લીધો હતો અને પશુપાલનના પશુ આહાર, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ માવજત અને પશુપાલનની સહાયકારી યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી વિષય નિષ્ણાંત દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પશુચિકિત્સા અધિકારી ડૉ. યશકુમાર આર. પટેલ અને ડૉ. જાનવી ઍમ. ચીતરીયા તથા તાલુકાના તમામ પશુપાલન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.