Vishesh News »

દમણમાં નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ,તા. ૦૧, દમણ ખાતે લાયન્સ અને લીઓ કલબ ઉદવાડા સંજીવની દ્વારા ડાયાબીટીસ, જનરલ ચેક અપ, હાયપર ટેન્શન, આંખ તથા કાનની કાર્યક્ષમતાની તપાસ માટેના ઍક નિઃશુલ્ક કેમ્પનું આયોજન ફોરચ્યુન નેનો સોસાયટી ખાતે લાયન્સ પ્રમુખ ભારતી શાહ, સેક્રેટરી કિરીટ શાહ, ટ્રેઝરર હીમાદ્રી પટેલ, લા. જગજીવન પટેલ, લા. રાજેશ જયસ્વાલ, લા. ઇમરોઝ, લાયન દિગ્ના પટેલ તથા લીઓ પ્રેસિડેન્ટ વીરાંગ પટેલના સહયોગ સાથે સોસાયટીના રહેવાસી સંજય મોરેની સદગત યુવાન દિકરી પ્રતિક્ષાના અકાળ અવસાનની સ્મૃતિમાં ફોરચ્યુન ડીપી નેનોના સક્રીય કાર્યકર્તાઓના સહકાર થકી કરાયું. આ કેમ્પમાં જુદી જુદી તપાસ મળી કુલ ૬૫૦ જેટલા કેસની તપાસ હાથ ધરાઈ હતી, આ કેમ્પ દરમ્યાન દમણના સંસદસભ્ય લાલુભાઇઍ વ્યસ્તતા વચ્ચે પણ હાજરી આપી આ કેમ્પમાં આયોજન માટે લાયન્સ કલબના પદાધિકારીઓને બિરદાવ્યા હતી. મીડિયા દ્વારા પણ આ કેમ્પની નોંધ લેવામાં આવી હતી. કલબ સેક્રેટરી લા. કિરીટ શાહે સોસાયટીના સંજય મોરે, વિજયભાઈ, મૂકેશ મંડલ, ઉત્તમ પંડીત તથા જીતુભાઈ તથા આ કેમ્પ માટે સહયોગ માટે ઍન્કર કોર્ક પ્રા.લિ. કંપની માટે આભારની લાગણીઓ વ્યક્ત કરી હતી.