Vishesh News »

વાપી પાલિકાની સામાન્યસભામાં રૂ. ૧૫૧ કરોડનું બજેટ રજુ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ વાપી નગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નુ સુધારેલ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ. ૧૫૧ કરોડનું અંદાજિત રૂ. ૨૨ કરોડ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમા ચીફ ઓફિસર કુ.કોમલ ધાનૈયા, આઈઍઍસ રાજેશકુમાર મોર્યા અને પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે ૧૧ઃ૩૦ કલાકે સામાન્યસભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા અગાઉ મળેલ સામાન્યસભા અને કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ. ૧૫૧ કરોડનું અંદાજિત બજેટ રજૂ કરી, અન્ય વિકાસના કામો અંગેની કામગીરીની જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વર્ષ ૨૦૨૩-૨૪ નું ૧,૨૯,૧૯,૬૮,૬૬૨ રૂપિયાના ખર્ચ વાળું અને ૫૭,૮૭,૮૪,૬૦૫ રૂપિયાની બંધ સિલકવાળા અંદાજિત બજેટને મંજુર કરાવી આગામી ૨૦૨૪-૨૫નું ૧,૫૧,૬૦,૫૬,૬૦૫ રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય સભામાં અન્ય વિકાસના કામો જેવા કે, નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ/ક્ષેત્રફળ ઍરિયા આધારીત લાગુ કરવામાં આવેલ મિલ્કત વેરાના દરમાં દર બે વર્ષે કરાતા ૧૦ „ વધારો મુલત્વી રાખવો, ૩ તળાવના બ્યુટીફિકેશન માટે ઍજન્સી નિમવી, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી રોકવા સમિતિની રચના કરવી, મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા બાબતે તેને અનુરૂપ પ્રોજેકટ ના મળે ત્યાં સુધી તે મુલત્વી રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાઍ ટ્રાફિક, સ્ટ્રીટ લાઈટ, રસ્તા ગટરની સમસ્યા અને તેના નિરાકરણ માટે રજુઆત (અનુ. પા.નં. ૭ પર) કરી હતી. આજની સામાન્ય સભામાં પાલિકાના ૪૪ પૈકી ૧૪ જેટલા સભ્યો ગેરહાજર રહ્ના હતાં. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું જે અંદાજિત બજેટ મંજુર કરવામાં આવ્યું છે. તેમાં ૫૭,૮૭,૮૪,૬૦૫ રૂપિયાની ઉઘડતી સિલક છે. વર્ષ ૨૦૨૪-૨૫ની અંદાજિત આવક ૯૩,૭૨,૭૨,૦૦૦ રૂપિયાની અંદાજી કુલ ૧,૫૧,૬૦,૫૬,૬૦૫ રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ૨૦૨૪-૨૫ નો અંદાજિત ખર્ચ ૧,૨૯,૫૨,૮૦,૦૦૦ રૂપિયા અંદાજયો છે. જ સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં બજેટની કુલ રકમ પૈકી ૨૨,૦૭,૭૬,૬૦૫ રૂપિયા બંધ સિલક રહેશે. સામાન્ય સભામાં નવા આવેલા ચીફ ઓફિસર, તેમજ ટેનીગ માટે આઈઍઍસ અધિકારીરાજેશ કુમાર મોરિયા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિપક્ષી નેતાના પ્રશ્નોના જવાબો આપી અધૂરા કામ વહેલા પૂર્ણ કરવા હૈયાધરપત આપી હતી. જોકે આજની સામાન્ય સભા માત્ર ૧૨ થી ૧૫ મિનિટમાં જ પૂર્ણ થઈ જવા પામી હતી