Vishesh News »

વલસાડ કલેક્ટરની નવસારી અને ડીડીઅોની ગાંધીનગર બદલી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ ઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તે અગાઉ રાજ્યમાં ફરજ બજાવી રહેલા ૫૦ જેટલા આઈઍઍસ અધિકારીઓની રાજ્યમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં વલસાડ કલેકટરને નવસારી કલેકટર તરીકે અને વલસાડ ડીડીઓની ગાંધીનગર બદલી થઈ છે. આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તે અગાઉ રાજ્યમાં ફરજ બજાવતા ૫૦થી વધુ આઈઍઍસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લા કલેકટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતી કલેકટર ક્ષીપ્રા આગ્રેની નવસારી જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેકટર તરીકે સુરતના કલેકટર આયુષ જ્યારે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણીની ગાંધીનગર બદલી કરવામાં આવી છે.