Vishesh News »

ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિન નિમિત્તે દમણથી મુંબઇ બાઈક રેલી યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૩૧ ઃ ભારતીય કોસ્ટ ગાર્ડ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ તેનો ૪૮મો સ્થાપના દિવસ ઉજવી રહ્નાં છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આયોજિત અનેક પ્રવૃત્તિઓના ભાગરૂપે, ૩૧ જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી ૨૪ ના રોજ ૨૦ ભારતીય કોસ્ટ ગાર્ડ જવાનોની ઍક બાઇક રેલી દમણથી મુંબઈ સુધી કાઢવામાં આવી હતી. આમાં કોસ્ટલ હાઈવે અને દમણ પાસે દહાણુ નજીકના ગામમાં માછીમારી કરતા સમુદાય સાથેની વાતચીતનો સમાવેશ થાય છે. વાહનો સાથે ૨૦ જ્યુબિલી સહભાગીઓઍ કોસ્ટલ કનેક્ટિવિટી પ્રોગ્રામ તેમજ સમગ્ર કોસ્ટલ હાઇવે પર બાઇક રેલીમાં ભાગ લીધો હતો. આ બાઇક રેલીને ભારતીય કોસ્ટ ગાર્ડ ઍર સ્ટેશન દમણના પ્રાંગણથી મિલિંદ મહાદેવ ડંબરે, આઈજી પોલીસ દમણ અને દીવ અને દાદરા, દાદરા નગર હવેલી દ્વારા લેગ ઓફ કરવામાં આવી હતી. રેલી દરમિયાન, ભીમપોર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભીમપોર અને દમણના કડૈયા ગામોના માછીમાર સમુદાય વચ્ચે સમુદાય આઉટરીચ પ્રોગ્રામ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓઍ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય કોસ્ટ ગાર્ડ ઍર સ્ટેશન દમણના સીઓ ઍસઍસઍન બાજપાઈ અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્ના હતા.