Vishesh News »

પારડીમાં નવા બનેલા રસ્તા માટે વેપારીઅોઍ સ્વૈચ્છીક બંધ પાડયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૧ ઃ પારડી મુખ્ય બજાર શાકભાજી માર્કેટમાં આજરોજ નવા રસ્તાને બચાવવા માટે દોઢસોથી વધુ વેપારીઓઍ પોતાના ધંધા બંધ રાખ્યા હતા અને દુકાનો બંધ રહી હતી. રસ્તો પણ બંધ રહ્ના હતો. રસ્તાને બચાવવા માટે વેપારીઓઍ પોતાના ધંધાનો ભોગ આપ્યો હતો. જે ખરેખર સમાજ માટે પ્રેરણા માની શકાય છે. પારડી નગરપાલિકા દ્વારા મંગળવારના રોજ શાકભાજી માર્કેટનો નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જે ડામર રોડ ઉપર સિમેન્ટ અને કેમિકલ નાખવામાં આવ્યો છે. જેથી રસ્તો ભીનો હોય અને સ્લીપ મારવાનો ભય હોય વળી વાહનોની અવર-જવર જો શરૂ થઈ જાય તો રસ્તો ખરાબ થવાનો ભય હોય જેથી બજાર શાકભાજી માર્કેટના તમામ વેપારીઓઍ લગભગ ૧૫૦થી વધુ વેપારી અને લારીવાળાઓઍ આજે ધંધો બંધ રાખે છે. સવારથી દુકાનો બંધ રાખી છે વ્યાપારી મંડળના મંત્રી અમિતભાઈને જણાવ્યા મુજબ રસ્તાને બચાવવા માટે ટકાવવા માટે ૨૪ કલાક રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ધંધા બંધ કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે બાઇકવાળા માટે અને પગપાળા ચાલતા લોકો માટે રસ્તો ખુલ્લો મુકવામાં આવશે અને દુકાનો શરૂ કરવામાં આવશે જેથી લોકો ફરીથી કરી શકશે. તેઓઍ સાવચેતીપૂર્વક બાઈક વાળા અને લોકોને ચાલવા માટે જણાવ્યું હતું કારણ કે, રસ્તો નવો હોય અને સ્લીપ મારતા હોય જેથી અકસ્માત થવાનો ભય રહે છે. લોકોને બચવા અપીલ કરી છે બીજી તરફ આ વોર્ડના માજી સદસ્ય કોંગ્રેસના શહેર પ્રમુખ બીપીનભાઇઍ તમામ નગરપાલિકાના સદસ્યોની મહેનતનો આ પરિણામ છે. જે નવો રસ્તો બન્યો છે અને જેના કારણે શાકભાજી માર્કેટની રોનક વધી ગઈ છે. તેઓઍ ખુશી વ્યક્ત કરી હતી અને લોકોને રસ્તો ઉપયોગી થશે. આમ ખરેખર વેપારીઓઍ પોતાના ધંધાનો ભોગ આપીને આ રસ્તો ટકી રહે રસ્તાનો બચાવ થાય ઍ માટે પોતાના ધંધા બંધ રાખ્યા હતા અને ઍક દિવસનું વેપારીઓને નુકસાન થયું હતું. ઘણા બધા વેપારીઓ માલ લઈને આવ્યા હતા. જેમણે ફરીથી રિટર્ન થવા પડ્યું હતું. લોકોઍ પણ આ રસ્તાથી અવરજવર બંધ રાખી હતી. આમ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રસ્તાને બચાવવા માટે લોકોઍ કરેલી પહેલ ખરેખર આજના સમાજ માટે પ્રેરણા સમાન છે.