Vishesh News »

બીલીમોરામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૦ ઃ બીલીમોરા નગરપાલિકા ડો.બાબા સાહેબ કોમ્યુનિટી હોલમાં મંગળવારે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા સાથે ૯ માંતબક્કાનો સેવાસેતુ યોજાયો હતો. જેમાં ૧૦૮૭ લાભાર્થીઓઍ લાભ લીધો હતો. રાજ્યના નાગરિકો, લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા બીલીમોરા પાલિકામાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા સાથે સેવાસેતુ યોજાયો હતો. જેમાં હેલ્થ વેલનેશ ૩૩૬, પીઍમજે ૧૬૯, આવક ૧૨૭, આધારકાર્ડ મોબાઈલ નંબર પરિવર્તન ૩૮, રેશનકાર્ડ ૨૫, વિધવા સહાય ૧૨, તેમજ જન્મ મરણ પ્રમાણપત્ર ૧૨, સર્જીકલ સારવાર, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને બસ કનેક્શન પાસ મળી કુલ કુલ ૭૮૩ લાભ અપાયા હતા. વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થી ઓને લાભો અપાયા હતા. તેમણે પોતાની વિકાસ ગાથા રજૂ કરી હતી. આ પ્રસંગે ચીખલી પ્રાંત મિતેશ પટેલ, મામલતદાર જગદીશ ચૌધરી, બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, રમેશ રાણા, મનહર ઉર્ફે મનાભાઈ પટેલ, કીર્તિ મિસ્ત્રી, સુચેતા દુશાને, તેજલ જોશી, કલ્પના પટેલ,ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, ઇજનેર સંકેત પટેલ સહિત અધિકારી પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્નાં હતાં.