Vishesh News »

ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૩૧ ઃ ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ મનીષ રાયના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન બપોરે ૧૨ઃ૩૦ કલાકે કરાયું હતું. પ્રમુખ સ્થાનેથી મનીષ રાય ઍ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યા બાદ નિર્ધારિત ઍજન્ડા મુજબ સામાન્ય સભા શરૂ કરવા સંમતિ આપી હતી. તારીખ ૩ ઓક્ટોબરના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપ્યા બાદ તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીના થયેલા ખર્ચને સભામાં ઉપસ્થિત સૌઍ બહાલી આપી હતી. ૩૦ જાન્યુઆરી સુધી ના સમયગાળા દરમિયાન મંજુર થયેલા અને ટેન્ડર પ્રક્રિયા માટે હાથ ધરાયેલા વિકાસ કામોને બેઠકમાં ઉપસ્થિત સૌ કોર્પોરેટરો ઍ બહાલી આપી હતી. મુખ્ય ઇજને ની તારીખ ૨૯ ૧૨ ના રોજ સમય મર્યાદા પૂર્ણ થતી હોય કરાર રીન્યુ કરવા માટે સભામાં ચર્ચા બાદ સર્વ સંમતિ સંધાઈ હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અનવયે ફડવાઈલ ગ્રાન્ટના આયોજન, રોડ રિસરફેસિંગ ગ્રાન્ટ ૨૦૨૦-૨૧ ની બચત ની રકમ નું આયોજન, ૧૪ માં નાણાપંચ તથા વ્યવસાય વેરા ગ્રાન્ટ ના કામો ના આયોજન માં સુધારો કરવા ચર્ચા બાદ સર્વ સંમતિથી બહાલી આપવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા કચેરીના કાયમી કર્મચારીઓને સાતમા પગાર પંચ નો લાભ આપવા બાબતે સભામાં રાજ્ય સરકારના હુકમને વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. સભાના અંતે નગરપાલિકાની આવકમાં વધારો કરવા હેતુ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા હસ્તક ની દુકાનો અને કેબીનોના ભાડાના દરમાં વધારો કરવા ચર્ચા હાથ ધરાઈ હતી. ભાડામાં કેટલો વધારો કરવો તે અંગે સર્વ સંમતિ બાદ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું. ઉમરગામ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ઉપપ્રમુખ જયશ્રીબેન કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી બાંધકામ સમિતિ અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર સહિત વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્ના હતા. સામાન્ય સભા નું સંચાલન ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું.