Vishesh News »

વાપી ડેપોમાં બસ ડ્રાઈવરોઍ માર્ગ સલામતી માટે શપથ લીધા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ ઃ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વલસાડ આરટીઓ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડના સંયુક્ત ઉપક્રમે વાપી ઍસટી ડેપો ખાતે બસ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦થી વધુ ડ્રાઇવર ભાઈ બહેનોઍ ભાગ લીધો અને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણી અંતર્ગત વલસાડ આરટીઓ કચેરી ખાતે આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારો, કચેરીનો સ્ટાફ અને ઞ્ત્લ્જ્ (ઞ્્યસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર લ્ફૂણૂ્યશ્વજ્ઞ્દ્દક્ક જ્ંશ્વણૂફૂ) ગાર્ડ માટે આઈ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ફિટનેસ કેમ્પ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર ઍસ. જે. મલેક અને ઍ. ડી. ચૌધરી દ્વારા રિક્ષા તથા માલવાહક ડ્રાઇવરોને માર્ગ સલામતીની સલાહ, સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.