Vishesh News »

વાપીની કંપનીના ગોડાઉનમાં ચોરીના પાંચ આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ વાપી જીઆઇડીસીની કંપનીના ગોડાઉનમાંથી લોખંડના નટબોલ્ટસ ચોરી કરનાર પાંચે પાંચ આરોપીને મુદ્દામાલ સાથે ઍલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. વાપી જીઆઇડીસીના ફોરફેસ ખાતે આવેલ માર્વેલ ઍન્જિનિયરિંગ કંપનીના ગોડાઉનમાંથી ૧૪૯ લોખંડના નટબોલ્ટસ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગ નગર પોલીસમાં કંપનીના માલિક જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરાતા અને સીસીટીવી ફૂટેજ મેળવી આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે બાતમીના આધારે વાપી જીઆઇડીસીના ૪૦ શેડ વિસ્તારમાં આવેલ સાઈ ઇન્ડસ્ટ્રીઝ ની સામેના રોડની બાજુમાં શંકાસ્પદ હાલતમાં પાંચેક જેટલા ઈસમો હોવાનું જણાતા વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે તાત્કાલિક બાતમીવાળા સ્થળે છાપો મારતા ઘટના સ્થળેથી ૧૩૪ નટબોલ્ટસ લોખંડના સાથે આરોપી અંકિત પ્રદીપ જેસવાલ, સાગરસિંઘ દયાનંદસિંગ રહે રણછોડ નગર છીરી, અનિલ મુન્ના પ્રસાદ રહે. ખોડીયાર નગર છરવાડા, ગિરધારી અમરતરામ ગુજ્જર કોલોની વાપી અને ચંદ્રેશ ઉફે ધર્મેશ ભવરલાલ ગુજ્જર રહે. સરદારચોક વાપી જીઆઇડીસીના ભંગારના ગોડાઉનમાંની અટકાયત કરી તેની પાસેથી ચાર મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા ઍક બાઈક કિંમત રૂ. ૩૦,૦૦૦ મળી કુલ્લે રૂ. ૨,૪૦,૮૦૦ નો મુદ્દામાલ જે કરી પાંચે આરોપીને વાપી ઉદ્યોગ નગર પોલીસમાં સોપાયા છે. આમ વાપી જીઆઇડીસીની કંપનીના ગોડાઉનમાં થયેલી ચોરીની ઘટનાના ગણતરીના કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં વલસાડ ઍલસીબી પોલીસ વિભાગની ટીમને સફળતા મળી છે.