Vishesh News »

ધરમપુર બીઅોબીમાં કરંજવેરીના ઈસમના રૂ. ૫૩ હજારની તફડંચી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૩૧ ઃ ધરમપુર શહેરનાં ભરચક વિસ્તારમાં આવેલી બરોડા બેન્કમાં કેડિટ કાર્ડ નાં રૂ. ૫૩ હજાર જમા કરવાં માટે આવેલાં કરંજવેરીનાં ઈસમની થેલીમાં બ્લેડ અથવા કોઈ ધારદાર વસ્તુથી નીચેના ખૂણા માંથી કાપીને કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ જતાં જે અંગે ની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોધાવા પામી હતી. ધરમપુર તાલુકાના કરંજવેરી ગામનાં પટેલ ખાતે રહેતા વિરલ જયેશભાઈ પટેલ કે જેઓ પોતાનાં દાદા રવિયા જીવલા પટેલ ૬૯ઉ જોડે ધરમપુર શહેરનાં શાકભાજી માર્કેટ વિમેશવર મંદિર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા માં સવારે ૧૧ કલાકે નાં સુમારે કેડિટ કાર્ડનાં ૫૩ હજાર રુપિયા ભરવાનાં હોય તે સમયે બેન્કમાં કેપ કાઉન્ટરની સામે સ્લીપ ભરવાનાં ટેબલ ઉપર વિરલ જયેશભાઈ પટેલ સ્લીપ ભરતાં હતાં. બાદ વિરલ જયેશભાઈ પટેલ પોતાનાં હાથમાં પૈસાની ભુરા કલરની કોટન થેલી મારા દાદા નાં હાથમાં આપી હતી. હું સ્લીપ ભરતો હતો તે દરમ્યાન મારા દાદા પૈસાની થેલી લઇને ઉભા હતા જોકે સ્લીપ ભર્યા બાદ પૈસા જમા કરવાનાં હોય પરતું દાદા નાં હાથમાંથી થેલી આશરે ૧૧. ૪૫ વાગયે નાં સુમારે થેલી માં પૈસા જોતાં અંદર પૈસા ન હતાં અને પૈસા ભરેલી થેલી માં કોઈ ચોર ઈસમ બ્લડ અથવા કોઈ ધારદાર વસતું થી નીચેના ખૂણા થી કાપીને રૂ. ૫૩૦૦૦, હજાર રૂપિયા ચોરી કરી ફરાર થઈ જતાં જે અંગે ની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે વિરલ જયેશભાઈ પટેલ નોધાવતા વધુ તપાસ પોલીસ કરી રહી છે.