Vishesh News »

સુબીરમાં હેન્ડ પંપ-મીની પાઇપ લાઇનની સુવિધા માટે રજુઆત કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૩૧ ઃ ડાંગ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા સુબીર મામલતદારને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.જેમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની અરજી સુબીર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવા માટે અને પાણી પુરવઠાની જૂથ યોજનામાંથી હેન્ડ પંપ આપવા તથા વાસ્મોમાંથી મીની પાઇપલાઇનની સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી હતી. સુબીર તાલુકાના સિંગાણા,પાદલખડી, જામન્યામાળ ,ઝરણ, સુબીર, (ધામડવિહિર ફળિયું ) વગેરે વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.તેથી જરૂરિયાત મુજબ સુબીર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનામાંથી હેન્ડ પંપ તથા વાસ્મો યોજનામાંથી મીની પાઇપ લાઇન કરી આપવામાં આવે તેવી માંગ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા કરવામાં આવી હતી.તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની અરજી સુબીર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવે તેવી માંગ સાથે સુબીર મામલતદારને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ત્યારે નળ સે જળ યોજના અંગે પાણી પુરવઠા વિભાગ સતર્ક બને તેવી માંગ ઉઠવા પામી છે.