Vishesh News »

ઉંટડીમાં બંધ મકાનમાંથી રૂ.૧.૩૫ લાખના દાગીનાની ચોરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ ઃવલસાડ તાલુકાના ઉંટડીગામે બંધ મકાનમાં ચોટાઓઍ ગઈકાલે સવારે મકાનના ટેરેસ પરની સ્લાઇડરની બારી કોઈ સાધન વડે ખોલી ઘરમાં પ્રવેશ કરી કબાટ તોડી તિજોરીમાં મુકેલા રૂ.૧.૩૫ લાખના દાગીનાની ચોરી થવાની ઘટના બનતા ગામમાં ચકચાર જવા પામી છે. વલસાડ તાલુકાના ઉંટડી ગામે આવેલ પાદરડા ફળિયામાં સંજયભાઈ નાનુભાઈ ધોડિયા પટેલ રહે છે. સંજયભાઈની પત્ની રીટાબેન અંગત કામ અર્થે વલસાડ ગયા તો તેમની છોકરી તૃષા અને છોકરો અંશ જેવો ગઈકાલે ટ્યુશન ગયા હતા. તો સંજયભાઈ પોતાની દુકાને ગયા હતા. ઘરનો દરવાજો નહીં ખુલતા પત્ની રીટાબેનને દુકાને બેસાડી ઘરે ગયો હતો. જોકે દરવાજો કઈ રીતે બંધ થઈ ગયો તે સમજી શક્યા ન હતા. જેથી સંજયભાઈ પટેલે ઘરની સ્લાઇડર વાળી બારી ખોલી અંદર પ્રવેશ કરતા ઘરના રૂમ તેમજ કબાટ માંથી સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરીની શંકા થઈ હતી. સંજયભાઈ પટેલે જોયું તો કોઈ ચોરટાઓઍ ઘરના ટેરેસની સ્લાઇડર બારીમાંથી ટેરેસનું લખવું જ દરવાજો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રૂ. ૧.૩૫ લાખ ના દાગીનાની ચોરી થવાની ઘટના બનતા ગામમાં ચકચાર જવા પામી છે. ઘટનાની જાણ થતા ડુંગરી પોલીસની ટીમ દોડી ગઈ હતી. જે અંગે સંજયભાઈ પટેલે ફરિયાદ ડુંગરી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.