Vishesh News »

રાનકુવામાં પત્નીઍ મરઘીનું શાક બનાવવાની ના પાડતા પતિઍ ફાંસો ખાધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૩૧ ઃ ચીખલી તાલુકાના રાનકુવાગામે આદિવાસી પરિવારમાં પત્નીઍ મરઘી નું શાક બનાવવાનીના પાડતા પતિ પત્ની વચ્ચે બોલા ચાલી થતા પત્ની ગભરાઈને ઘરની બહાર નીકળી જતા પતિઍ ઘરના લાકડાના મોભ સાથે ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા આદિવાસી સમાજમાં ગમગીની ફેલાઈ જવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનકુવા ગામના વડ ફળિયા ખાતે રહેતા પીનલ કુમાર કિશોરભાઈ ધોડિયા પટેલ ઉ.વ. ૩૧ જે મજૂરી કામ કરતો હોય ત્યારે મંગળવારના રોજ પતિ પત્ની મજૂરી કરીને ઘરે આવ્યા બાદ પતિ પિનલ કુમારે પત્નીને જણાવેલ કે આજે સાંજે શું શાક બનાવવાની છે. ત્યારે પત્નીઍ જણાવેલ કે દાળ બનાવવાની છે ત્યારે પતિઍ જણાવેલ કે દાળ ન બનાવતી અને મેં મરઘીનું શાક લઈ આવું તે બનાવ પરંતુ પત્ની માંસ ન ખાતી હોય જેના કારણે મરઘી નું શાક બનાવવાની ના પાડેલ ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિના મારથી બચવા માટે પત્ની ઘરની બહાર નીકળી ગઈ હતી અને નણંદ નણદોઈને બનાવ અંગેની વાત કરી હતી ત્યારબાદ પત્ની ઘરે જઈને જોતા પતિ ઘરના લાકડાના મોભ સાથે સફેદ કલરનો દુપટ્ટો ગળે બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. જો કે પત્ની ઘરે જઈને જોતા પતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોય જેના કારણે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને દુપટ્ટો કાપી કાઢી પીનલને નીચે ઉતારી રાનકુવા હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે પીનલ પટેલને મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું જે બનાવ અંગેની જાણ પત્ની ચેતના પટેલે કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.