Vishesh News »

નવસારીમાં ૧૦૮ના કર્મયોગીઓનું સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ , નવસારી જીલ્લાના વાંસદામાં ૭૫માં પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટ ના ટેબ્લૉનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈ. ઍમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી ૧૦૮ ઍમ્બ્યુલન્સ, ખિલખિલાટ ઍમ્બ્યુલન્સ, ધન્વંતરિ આરોગ્યરથ, કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા અભયમ વાન નું પણ ટેબ્લૉમાં પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી/કલેકટર અમિત પ્રકાશ યાદવ ના હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઈમરજન્સીની ઘટનાઓમાં ગોલ્ડન કલાકો થી આગળ વધીને પ્લેટિનમ મિનિટમાં લોકોના જીવ બચાવતી ૧૦૮ ઍમ્બ્યુલન્સના કર્મચારીઓનું પણ ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૦૮ સેવાના મરોલી પાઇલોટ તુષાર પટેલ ઇ.ઍમ.ટી. કુલદીપ રહેવર અને વાંસદા ખિલખિલાટ ના કેપ્ટન ઉમેશ મહાલાને સન્માનિત કરાયા હતા તેમજ ધન્વંતરિ આરોગ્ય રથ પ્રોજેકટ માંથી હિરલ પટેલ, કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ માંથી ફુશ્વ ઉર્વી મોદી અને ફુશ્વ ભાવિકા પટેલ ને કલેકટર અમિત પ્રકાશ યાદવ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે ઍવૉર્ડ આપીને સન્માનિત કરાય હતા. આ પ્રસંગે ૧૦૮ સેવા તરફથી પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ ઍક્ઝીક્યુટીવ મૃગેશ ચૌધરી, ઍમ. ઍચ. યુ પ્રોજેકટ કોરડીનેટર નિમેષ પટેલ, ૧૯૬૨ પ્રોજેકટ કોરડીનેટર નિરવ પ્રજાપતિ, હાજર રહ્ના હતા અને તમામ ઍવૉર્ડ મેળવનારાઓનું ઉત્સાહ વધાર્યો હતો.