Vishesh News »

વાપીમાં નવા સી.અો. અને તાલીમી સનદી અધિકારી નિમાયા

(દમણગંગાટ ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૦ ઃ વાપી નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે કુ. કોમલ ધાનેયા તથા ટ્રેનની આઇ.ઍ.ઍસ. અધિકારી રાજેશકુમાર મૌર્યની નિમણૂક થતા તેમણે સોમવારથી ચાર્જ સંભાળી લીધો હતો અને આજે કોમલ ધાનેયાઍ પાલિકા પ્રમુખ અને તેમની ટીમ સાથે ગાંધીનગર ખાતે ની બેઠકમાં ઉપસ્થિત રહ્ના હતાં. પ્રા વિગત મુજબ વાપી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બતાવતા શૈલેષભાઈ પટેલની બદલી તેમના મૂળ સ્થાને કરવામાં આવતા જ તેમના સ્થાને બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનેયાની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વાપી નગરપાલિકામાં પ્રથમ વખત જ ટ્રેનની આઈઍસ અધિકારી તરીકે ચીફ ઓફિસર રાજેશકુમાર મૌર્યની પણ નિમણૂક કરાઈ હતી. જે અંગે તા. ૨૯-૧-૨૦૨૪ને સોમવારના રોજ વહેલી સવારમાં ટ્રેની ચીફ ઓફિસર રાજેશકુમાર મોરિયા ઉપસ્થિત થયા હતા અને મોડી સાંજે બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનૈયા ઍ ચાર્જ સંભાળી લીધો હતો. આમ વાપી નગરપાલિકામાં પહેલી જ વાર ચીફ ઓફિસર સાથે ટ્રેનિંગ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવશે.