Vishesh News »

ગોઈમાના હત્યાપ્રકરણમાં સસરા જેલ ભેગા ઃ સગીર સાળાને સુરત ચિલ્ડ્રન હોમમાં મોકલાયો

(દમણગંગાટ ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૦ ઃ રપારડી તાલુકાના ગોઈમાગામમાં પોતાના જમાઈનું હત્યા કરી આત્મહત્યામાં ખપાવા ગયેલા સસરાને પારડી પોલીસે પકડી લીધા બાદ રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ નામદાર કોર્ટે રિમાન્ડ ના આપી નવસારી કસ્ટડીમાં હત્યા કરનાર સસરાને મોકલી આપ્યો હતો. અહીં ગોઈમાં ફળિયામાં રહેતા વિનોદભાઈ પટેલ જેવો કે પોતાના સગીર છોકરા સાથે મળી પોતાના સગા જમાઈ જે સોનવાડા ગામમાં રહેતો હોય રિતેશ મહેશ પટેલની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ આત્મહત્યામાં ખપાવા જતાં પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ રિતેશના ભાઈની ફરિયાદ બાદ પારડી પોલીસે ધરપકડ કરતા તમામ મામલો સામે આવ્યો હતો .પારડી પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આ બાબતે નામદાર અદાલતમાં સસરા અને સગીર વયના સાળાને રજૂ કરતા સસરાને જેલમાં જયારે સાળાને સગીરવય હોવાથી સુરતના ચિલ્ડ્રનહોમમાં મોકલી આપવા માટે નામદાર અદાલતે હુકમ કર્યો હતો. બંનેના રિમાન્ડ મંજૂર થયા ન હતા આ અંગેની જાણકારી પારડી પોલીસ મથક માંથી મળી હતી.