Vishesh News »

નારગોલમાં દુકાનમાંથી મહિલાની ૨.૫ તોલા સોનાની ચેઈન બાઈક સવાર આંચકી ગયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૩૦ ઃ નારગોલગામે કિરાણા સ્ટોર ચલાવતી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ચોરટાઓ બાઈક ઉપર ફરાર થયાની વધુ ઍક ઘટના નારગોલ ગામે બની છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના બજાર વિસ્તારમાં ભક્ત શ્રી ન્યુ જલારામ સ્કૂલની સામે આવેલ સાઈ સાગર ઍપાર્ટમેન્ટમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૦૮ અને ૦૯ માં કિરણબેન તુલસીભાઈ દામા ‘સાગર કિરાણા’ નામની સ્ટોર ચલાવે છે. સોમવાર તા ૨૯/૦૧/૨૦૨૪ના રોજ બીપોરના ૧૨ૅં૩૦ કલાકની આસપાસ તેઓ ઍકલા દુકાનની અંદર હાજર હતા તે સમયે દુકાનની સામે રોડ ઉપર ડબલ સવારી મોટરસાયકલ ઉપરથી ઍક ઈસમ ઉતરી દુકાન સામે ઊભો રહેલ તે વખતે ઍક ગ્રાહક હોય જે ગ્રાહક દુકાનમાંથી સામાનની ખરીદી કરી ચાલી જતા બહાર પગથિયા પાસે ઉભો રહેલ ગ્રાહક દુકાનની અંદર આવી દુકાનદાર કિરણબેન પાસે ત્રણ ઇનોની માંગણી કરેલ તે વખતે દુકાનની અંદર પાછળ રાખવામાં આવેલ સોકેશમાં મુકેલ ઍક ડબ્બીમાંથી ઇનો કાઢી આપતા સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ચોરટાઍ અચાનક દુકાનદાર ના ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલ આશરે અઢી તોલાની સોનાની ચેન લોકેટ આંચકી બહાર પહેલાથી જ બાઈક ઉપર ઉભેલા સાથી ઈસમ સાથે મોટર સાયકલ ઉપર ઉમરગામ કોસ્ટલ હાઈવે રોડ તરફ ભાગી છુટ્યા હતા જે તે સમયે દુકાનદાર કિરણ બેને બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દુકાનવાળા ભેગા થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ કિરણબેન દામાઍ નારગોલ મરીન પોલીસને કરતા તાત્કાલીક પોલીસ જવાનો આવી પોહચ્યા હતા અને દુકાન અને દુકાનની આજુબાજુ તેમજ માર્ગ વિસ્તારના સીસી કેમેરાના ફૂટેજની તપાસ કરતા સનેચિંગ માટે આવેલા ચોરટા યુવાન હોય તેમજ તેમણે કાળી ટીશર્ટ અને મોઢું છુપાવવા માટે સ્કાપ પેહેરિયો હતો તેવું જણાય આવે છે. થોડા સમય પહેલા નારગોલ ચારરસ્તા ખાતે બકરા ચલાવી રહેલ વૃદ્ધાના ગાળામાં રહેલ સોનાની તુલસી માળા બાઈક પર આવેલા ચોરટાઓ આંચકી ગયા હોવાની ઘટના બની હતી.