Vishesh News »

વાપીમાં ગાંધી નિર્વાણ દિને ભાજપ દ્વારા પુષ્પાંજલિ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૦ ઃ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વાપીમાં આવેલ ગાંધી સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વાપી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈની આગેવાનીમાં તેમજ વાપી શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રા વિગત મુજબ આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિઍ વાપી શહેર ભાજપ સંગઠન અને નગરપાલિકાના હોદ્દેદાર ગૌરવપંથ રોડ ઉપર આવેલ ગાંધી સર્કલ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વાપી નગર પાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ વાપી શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા સુતરની આંટી પહેરાવી બે મિનિટ મૌન પાડી ગાંધીજી દ્વારા દેશને માટે કરવામાં આવેલ પ્રસંગોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ કંસારા, માજી ઉપપ્રમુખ મુકુન્દાબેન પટેલ, આમીરભાઈ કાબાણી, અર્ચનાબેન દેસાઈ તેમજ વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.