Vishesh News »

ધરમપુરની બેંકમાં ખોટું સોનું મૂકી લોન લેનારા બે આરોપીના જામીન નામંજૂર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૦ ઃ ખોટું સોનું મૂકી ધરમપુર બેંક ઓફ બરોડામાંથી લોન લઈ લોન ભરપાઈ ન કરવાનાં ગુના સંડોવાયેલાં બે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ધરમપુરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાંના ચીફ મેનેજર પિનાકીમ દેવેન્દ્ર ભટ્ટ ફરજ બજાવે છે. ધરમપુર ની બેંક ઓફ બરોડા શાખામાં ઍક વર્ષ અગાઉ ખોટું સોનું મૂકી ૭૭.૫૦ લાખની લોન લીધા બાદ બેંક ઍ સોની ને બોલાવી તપાસ કરતા આ સોનુ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું.. જેથી ધરમપુર પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે ધરમપુરના ઍડિશનલ સેશન્સ જજ અશોક કુમાર શર્માઍ ખોટા સોનાના દાગીના મૂકી ધરમપુર બેંક ઓફ બરોડા માંથી લોન લઈ બેંકની લોન ભરપાઈ ન કરી બેંક સાથે છેતરપિંડી કરવાનાં ગુના સંડોવાયેલાં બે આરોપીઓમાં દિનેશકુમાર અંબાલાલ સુકવાલ અને કમલેશ અંબાલાલ સુકવાલની ધરમપુર પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કરી આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આરોપીઓઍ જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.