Vishesh News »

ઉદવાડામાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૦, પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગિની સમાજ અને અતુલ કલ્યાણી શાળા ખાતે કન્યાઓ માટે કરાટે તાલીમ યોજાઈ હતી. કન્યાઓને બાહ્ના ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે ઍલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરી શકાય તેની પીઆઈઍ માહિતી આપી હતી. પારડીના ઉદવાડામાં આવેલ ભગીની સમાજ હાઇસ્કૂલ ખાતે ૫૦૦ જેટલી કન્યા તાલીમાર્થી અને કલ્યાણી શાળા અતુલ ખાતે ૨૦૦ જેટલી કન્યા તાલીમાર્થીઍ સેલ્ફ ડિફેન્સ કરાટે અસોસિઍશન ઓફ વલસાડ આર્મર માર્સલ આર્ટસ ગુજ્જુ કરાટે ઍસોસિઍશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સ્વ રક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમના ઉદઘાટન કાર્યક્રમમાં પારડી તાલુકાના પીઆઈ બી. જે. સરવૈયા તેમજ અતુલ ખાતેથી ઍઍસઆઈ હસમુખભાઈ તેમજ કરાટે સંસ્થાના કયોસી મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ અને સેનસાઈ કૃતિકા પટેલ તથા ભગીની સમાજ શાળાના આચાર્ય અને કલ્યાણી શાળાના આચાર્ય તથા સ્ટાફ હાજર રહ્ના હતા પીઆઇ બી.જે. સરવૈયા અને શાળાના આચાર્ય ના હસ્તે મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી તાલીમનું સમારંભ કરવામાં આવ્યું હતું. પીઆઈઍ પોલીસને લાગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી અને ટીમની માહિતી આપતા જણાવ્યું કે કન્યાઓને બાહ્ના ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે ઍલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરી શકાય છે તેમજ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે જે બાબતે ટીમ કામગીરી કરી રહી છે ઍ માહિતી પૂરી પાડી હતી.