Vishesh News »

થ્રીડીના ભાજપના પ્રવકતા નિમાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૩૦ ઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીઍ બંને લોકસભાના પ્રવક્તાઓના નામની જાહેરાત કરી દીધી છે. દાદરા નગર હવેલી લોકસભા મતવિસ્તાર માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ દીપક જાદવ અને રમેશભાઈ કડુ આદિજાતિ મોરચાના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. દમણ-દીવ લોકસભામાં પૂર્વ દમણ નગરપાલિકા અધ્યક્ષ સોનલ બેન પટેલ અને ક્રીડોન ભાઈ શાહ દીવની નિમણૂંક કરવામાં આવી છે.